________________
સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૦૭
માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ અર્થ :- કાયાને વિશેષ ખવડાવી પુષ્ટ કરવાથી વાત-પિત્ત-કફના રોગોની વૃદ્ધિ થશે. તેના વડે અતિ દુર્બાન થશે. પછી ભૂખ તરસના પરિષહ સહન કરવાનું સાહસ પણ જીવ કરી શકશે નહીં. વિશેષ ખાવાથી આળસ, નિદ્રા, પ્રમાદ આદિ વધતાં સંસાર પરિભ્રમણનું કારણ વધશે. માટે ઉપવાસ, ઉણોદરી, કાયક્લેશ, વૃત્તિસંક્ષેપ આદિના અભ્યાસક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮
દેહેન્દ્રિય આદિ ઉપરથી મમતા તર્જી વૈરાગ્ય ધરો, આહાર તણા સ્વાદો પ્રતિ અરુચિ ધરી નિજ જીંવને બોધ કરો: “હે! જીંવ, તેં સંસારભ્રમણમાં ભમતાં અતિ આહાર કર્યા,
દરેક ભવ દીઠ કણ કણ લેતાં અનંત મેરું-jજ ભર્યા. ૨૯ અર્થ:- દેહ અને ઇન્દ્રિયો આદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ધારણ કરો, આહારના સ્વાદો પ્રત્યે અરુચિ ધરી પોતાના આત્માને બોધ કરો. હે જીવ! તેં સંસારભ્રમણમાં ભમતા ઘણો આહાર કર્યો છે. દરેક ભવ દીઠ એક એક કણ લઈએ તો પણ અનંત મેરુપર્વત જેટલા ઢગલા થઈ જાય. //રા .
અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવદીઠ લેતાં, અનંત સમુદ્ર ભરાઈ જાય; તો ય ન તૃમિ તે દેતાં. મરણ સમીપ હવે તો ભાસે, તે શું તૃમિ દઈ શકશે?
ઉદર-પોષણે પાપ કર્યો તે પરભવ ભોગવવાં પડશે. ૩૦ અર્થ – અનંતભવમાં એટલું પાણી પીધું છે કે એક એક જન્મનું એક એક ટીપું લઈએ તો પણ અનંત સમુદ્ર ભરાઈ જાય. આટલા આહારપાણીથી પણ જીવને તૃમિ થઈ નહીં. હવે તો રોગ વૃદ્ધાવસ્થાના કારણે મરણ સમીપ જણાય છે. તો તે અલ્પ આહાર શું તૃમિ દઈ શકશે? પણ આ પેટ ભરવા માટે જે જે પ્રકારના અસત્ય કે આરંભ આદિના પાપ સેવ્યા હશે તેના ફળ પરભવમાં ભોગવવા પડશે. ૩૦ના
પાપી પેટ તણી વેઠે તું દીન, પરાધીન, નીચ થયો, રાત-દિવસ કે ભક્ષ્ય-અભક્ષ્ય શુદ્ધિ તણો ના લક્ષ લહ્યો; રસ-લંપટતા હજું ય ન છૂટે, તો વ્રત, સંયમ, યશ નાશે,
મરણ બગાડી દુર્ગતિદુખમાં જીવ પરાધીન બની, જાશે.” ૩૧ અર્થ :- આ પાપી પેટ માટે તું દીન બની પરાધીન થયો, નીચ વૃત્તિઓ પણ સેવી. સ્વાદનો લંપટી બની રાતદિવસ ભક્ષ્ય અભક્ષ્યની શુદ્ધિનો પણ લક્ષ રાખ્યો નહીં.
રસની લંપટતા હજી પણ છૂટતી નથી. તો તે વ્રત, સંયમ, યશનો નાશ કરશે અને અંતે મરણ બગાડી દુર્ગતિના દુઃખમાં પડી જીવ પરાધીન બની જશે. ll૩૧