________________
૩૦૮
સમાધિમરણ
એમ વિચારી ઉપવાસાદિક તપ-અભ્યાસ કર્યા કરવો, અલ્પ અને નીરસ આહારે ઉદર-ખાડો કદી ભરવો; શરીર, શક્તિ, આયુષ્યસ્થિતિ નીરખી જળ ને દૂધ લેવાં,
પછી છાશ જળ, પ્રાસુક જળ લે, અંતે તે પણ તર્જી દેવાં. ૩૨ અર્થ :- એમ વિચારીને ઉપવાસ આદિ તપનો અભ્યાસ કરવો. અલ્પ અને નીરસ આહારથી આ ઉદર એટલે પેટનો ખાડો કદી ભરવો. શરીરની શક્તિ અને આયુષ્ય સ્થિતિને જોઈ અર્થાત્ રોગાદિના કારણે શરીર ટકી શકે એમ ન લાગતું હોય તો જળ અને દૂધ જ લેવા. પછી છાસ તથા ઉકાળેલું પાણી પીને રહે. પછી કેવળ પાણી જ પીએ. એમ ક્રમે કરીને સમસ્ત આહારનો ત્યાગ કરી અંતે તે પણ તજી દેવા. આમ ધર્મધ્યાન સહિત ભારે પુરુષાર્થથી દેહનો ત્યાગ કરે તે કાય સલ્લેખના કહેવાય છે. ૩રા
મસા સમા આ દેહની વૃદ્ધિ આખર સુધી કહો કોણ ચ હવે ? ક્રમે ક્રમે કરી કૂશ કાયા પણ તજવા તત્પર સર્વ રહે. આપઘાતની કહે ક્રિયા આ અણસમજું ઉપલકબુદ્ધિ;
આતમહિત સમજી, સદ્ગુરુની આજ્ઞાએ અનુપમ શુદ્ધિ. ૩૩ અર્થ :- મસાની સમાન આ દેહની વૃદ્ધિ મૃત્યુના આખર સમય સુધી કહો કોણ ચહે? ક્રમે ક્રમે કરીને પણ આ કાયાને કશ કરી, તજવા માટે સમાધિમરણના આરાધક સર્વ ઇચ્છે છે.
સલ્લેખના એટલે સંથારો કરી દેહત્યાગની ક્રિયાને અણસમજુ ઉપલક બુદ્ધિવાળા જીવો આપઘાતની ક્રિયા કહે છે. પણ એમાં પોતાના આત્માનું હિત સમજી સદ્ગુરુ આજ્ઞાએ જો કરવામાં આવે તો તે અનુપમ શુદ્ધિનું કારણ છે. ૩૩
મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મ-ધ્યાન જ્યાં સુધી થાયે, દુષ્કાળાદિક આફતથી ના ધર્મ-નિયમ જો લૂંટાયે,
ત્યાં સુધી ઔષધ-આહારે આ દેહ તણી રક્ષા કરવી, માનવ દેહ જ ઉત્તમ સાધન, ધર્મવૃદ્ધિ-બુદ્ધિ ધરવી. ૩૪
અર્થ :- મહાવ્રત, અણુવ્રત, સંયમ, શીલ, તપ, ધર્મધ્યાન જ્યાં સુધી આ દેહથી સધાતા હોય, દુષ્કાળથી કે અસાધ્ય રોગથી પણ ધર્મના નિયમો લૂંટાતા ન હોય અર્થાત્ બરાબર ધર્મ આરાધના થતી હોય ત્યાં સુધી ઔષધ કે આહારથી આ દેહની રક્ષા કરવી. કારણકે એક માનવદેહ જ ધર્મની વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સાધન છે એમ બુદ્ધિમાં ધારવું. ૩૪
અન્ય ગતિમાં સંયમ-સાધન ઉત્તમ રીતે નહિ જ બને, ધર્મ-સાધના થતી હોય તો કરી લેવી જ અનન્ય મને. લૌકિક કીર્તિ કાજે ક્રિયા કરે કરાવે મૂઢમતિ;