________________
સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૦૫
સમયે હૃદયમાં ઉલ્લાસભાવ સ્કુરાયમાન થશે અને ઉત્તમ સમાધિમરણને પામશે. રા.
પુરપતિ સુકત-ફળ ભોગવવા જ્યાં પોતે તૈયાર થયો. પંચભૂત-પ્રપંચ ન ખાળે, કોણ કહે : ઑવ કેમ ગયો? સપુરુષોને મૃત્યુંકાળે વ્યાધિ-વેદના જે આવે,
દેહ-મોહ તે પૂર્ણ સજાવે સ્વરૂપ-સુખમાં મન લાવે. ૨૩ અર્થ :- શરીરરૂપી નગરીનો રાજા એવો આ આત્મા પોતાના જ કરેલા સુકૃત એટલે સારા કર્મોના પુણ્યફળ ભોગવવા જ્યારે દેવાદિક ગતિમાં જવા તૈયાર થયો, ત્યારે પંચભૂતનું બનેલું આ પ્રપંચમય શરીર તેને ખાળી એટલે રોકી શકે નહીં. કેમકે તે તો જડ છે. જડ એવું શરીર તો કહી શકે નહીં કે હે આત્મા! તું મારી પાસેથી કેમ ગયો?
સપુરુષોને મૃત્યુ સમયે વ્યાધિ વેદના આવે તે દેહ ઉપરના મોહને પૂર્ણ તજવામાં નિમિત્તભૂત બને છે. તેઓ પોતાના મનને તે વખતે સ્વરૂપ સુખમાં લીન કરે છે. “મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે.” (પૃ.૩૭૯) ૨૩.
સંતાપ સહન મૃત્યુનો કરીને અમૃતલીલા જ્ઞાની લહે. જેમ ઘડો કાચો અગ્નિમાં તાપ સહી શિવ-શીર્ષ રહે. કષ્ટ સહી વ્રત-ફળ ઑવ પામે; તે જ સમાધિ-મરણ
સુખે સુખે પામે છંવ, અંતે જો શુભ ધ્યાને ચિત્ત ચઢે. ૨૪ અર્થ :- મૃત્યુનો સંતાપ સહન કરીને અમૃતલીલા એટલે અવિનાશી લીલાસ્વરૂપ એવા મોક્ષને જ્ઞાની પુરુષો પામે છે. જેમ કાચો ઘડો અગ્નિમાં પરિપક્વ થઈને શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે, તેમ શુદ્ધ આત્માને પ્રાપ્ત એવા જ્ઞાની પુરુષ મોક્ષના શિખર ઉપર જઈને બિરાજમાન થાય છે.
અનેક પ્રકારના કષ્ટ સહીને વ્રતનું ફળ જીવો પામે છે તે જ ફળ સમાધિમરણ વડે જીવો સુખે સુખે પામી શકે છે, જો અંત વખતે શુભધ્યાનમાં ચિત્ત રહે તો; અર્થાત્ અંત વખતે દેહકુટુંબ પ્રત્યે ચિત્ત ન રાખતાં સદ્ગુરુ શરણમાં ચિત્ત રહ્યું તો ઉત્તમ ફળ સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. ૨૪.
આર્તધ્યાન તજીં શાંતિપૂર્વક દેહ તજે જે સધર્મી, પશુ, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સ ત ક મ ી . તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી, કરવા યોગ્ય સમાધિ-મૃત્યુ; તે થયું તો થઈ વાત ઘણી. ૨૫