________________
૩૦૪
સમાધિમરણ
આપશે. તો આ મરણનો ડર કોણ રાખે? માટે બધા ભેગા મળી મરણરૂપી આ મિત્રનો સત્કાર કરો. I૧૯ાા
તન-પિંજરમાં પૂરી પડે છે ગર્ભ-કાળથી કર્મ-અરિ, કોણ મને ત્યાંથી છોડાવે? મૃત્યુરાજની મદદ ખરી. દેહ માત્ર ગણી બીજ સૌ દુખનું દેહ-વાસના દૂર કરે,
આતમજ્ઞાની, મૃત્યુ મિત્રની કૃપા વડે મુક્તિ ય વરે. ૨૦ અર્થ - શરીરરૂપી પાંજરામાં ગર્ભકાળથી પૂરીને આ કર્મરૂપી શત્રુ મને પીડા આપે છે. ત્યાંથી મને કોણ છોડાવી શકે? તેમાં મૃત્યુરાજની મદદ કામ લાગે એમ છે.
સર્વ દુઃખનું બીજ માત્ર આ દેહ છે, એમ ગણી દેહની વાસના એટલે મૂર્છાને દૂર કરે તો આત્મજ્ઞાન પામે. આત્મજ્ઞાની પુરુષો તો આ મૃત્યુરૂપી મિત્રની કૃપાવડે મુક્તિને પણ મેળવી લે છે. ||૨૦ણી.
કલ્પતરું સમ મૃત્યુ-યોગે જો આત્માર્થ ન સિદ્ધ કર્યો, તો આવી તક ક્યાંથી મળશે? ભવ ભવ ભમશે ભ મ ણ ત ભ ય છે . ' દેહાદિક સી જીર્ણ હરી લઈ દે મૃત્યુ સૌ નવું નવું,
પુણ્યોદય સમ મરણ ગણાય; તેથી મુદિત ન કેમ થવું? ૨૧
અર્થ :- કલ્પવૃક્ષ સમાન મૃત્યુનો યોગ પ્રાપ્ત થયા છતાં જો સમાધિમરણ કરીને આત્માર્થ સિદ્ધ ન કર્યો તો ફરી આવી તક ક્યાંથી મળશે? ભવોભવ ત્રસ સ્થાવર યોનિમાં ભયનો માર્યો જીવ ભટક્યા જ કરશે. શરીર આદિ જે સર્વ જીર્ણ થઈ ગયા તેને હરી લઈ મૃત્યુ મિત્ર સૌ નવા નવા પદાર્થોને આપે છે. તેથી પુણ્યોદય સમાન આ મરણનો યોગ ગણાય. તો તે વડે મુદિત એટલે આનંદિત કેમ ન થવું? અર્થાત્ હર્ષ કેમ ન માનવો? સારવા
દેહ વિષે પણ સુખ-દુખ વદે, સ્વયં દેહથી દુર થતો. જીવ મરણ કોનું માને છે? કેમ મરણથી ર્હે ડરતો? આસક્તિ સંસાર તણી ઉર રાખે જીંવ મરતાં ડરશે,
જ્ઞાન અને વૈરાગ્ય ધર્યો ઉલ્લાસ ઉરે અંતે ખુરશે. ૨૨ અર્થ :- આ જીવ દેહમાં રહીને પણ સુખદુઃખને વેદે છે. તેમાં પણ મુખ્યત્વે અશાતા જ વેદે છે. વળી આ દેહમાંથી જીવ પોતે જ બહાર નીકળીને શરીરથી દૂર થાય છે, તો પછી આ જીવ મરણ કોનું માને છે? અને મરણથી કેમ ડરતો રહે છે?
સંસારની આસક્તિ જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આ જીવ મરણથી ડરતો રહેશે. પણ જ્ઞાન અને વૈરાગ્ય કહેતા સાચી સમજણ અને અનાસક્તભાવ ધારણ કરશે તો મરણના અંત