________________
સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ।।૧૬।
દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુખ શોક ટળે,
સત્ય શરણના ગ્રહણ તણું બળ અંતિમ કાળે નક્કી
૧.
ܢ
મ
;
તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ-મહોત્સવ ગ્રંથ ભલો,
સત્પુરુષે જ કહ્યો ઉપકારક, સાર સુણો તેનો વિમલો : ૧૭
--
કે
અર્થ ઃ— જે જીવને આ દેહ પ્રત્યે વૈરાગ્ય રહે અને અત્યંત ખેદ, ભય, દુઃખ કે શોક ટળી જાય તો સાચું વીતરાગનું શરણ ગ્રહણ કરવાનું બળ અંત કાળે તેને જરૂર પ્રાપ્ત થાય.
આવી સુવિચારણા ઉત્પન્ન કરવાને માટે ‘મૃત્યુ મહોત્સવ' નામનો એક ભલો ગ્રંથ છે. તે સત્પુરુષે ઉપકાર કરવા માટે કહ્યો છે. તેનો વિમલો એટલે પવિત્ર સાર અત્રે જણાવું છું તે તમે સાંભળો. ।।૧૭।
મુક્તિપુર લગી ચાલે તેવું બોધિ-સમાધિ-સુભાતું ચઢું, તે દેવા વીતરાગ પ્રભુને વીનવી સત્થ૨ણે જ રહ્યું. તન-પિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જાલે ખદબદતું, ભસ્મ થવાનું, તેનો ભય શો? જ્ઞાનતનું હું, અભય ૨હ્યું. ૧૮
૩૦૩
-
અર્થ :– હે પ્રભુ! મુક્તિપુર એટલે મોક્ષનગર સુધી ચાલે એવા બોધિ સમાધિરૂપ સમ્યક્ ભાતાને હું ઇચ્છું છું. સમ્યક્ દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય છે એને બોધિ પણ કહેવાય છે. તે સાથે મરણ તે સમાધિમરણ છે. એવા બોધિ સહિત સમાધિમરણને હું ચાહું છું. તે આપવા માટે વીતરાગપ્રભુને વિનંતી કરી તેમના જ સત્શરણમાં સ્થિર રહ્યું. હવે મારું આ શરીરરૂપી હાડપિંજર જીર્ણ થઈ ગયું છે અને કૃમિઓના જાળથી ખદબદે છે. તે શરીર હવે ભસ્મ થવાનું છે. તો તેનો મને ભય શો? હું તો જ્ઞાનતનુ કહેતા જ્ઞાનરૂપી શરીરવાળો આત્મા છું; માટે હમેશાં અભય રહું.
119211
મૃત્યુમહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે? પટ જેમ તજું, દેહ-દેશ મૂકી દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરો,
તો ડર કોણ મરણનો રાખે? સર્વ મળી સત્કાર કરો. ૧૯
અર્થ :– મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયો છે તો તેનો ભય રાખવો કેમ ઘટે ? જેમ જૂનું વસ્ત્ર મૂકી નવું પહેરતા શોક શો ? તેમ જીર્ણ શરીર મૂકી દઈ નવું ધારણ કરવામાં શોક શો કરવો? દેહરૂપી દેશ મૂકી નવા દેશમાં જતાં સ્વસ્થભાવ રાખું.
સમાધિભાવ સહિત મરણ કરું તો આ મૃત્યુ મિત્ર મને સ્વર્ગે લઈ જઈ શુભ કર્મોનું ફળ