________________
૧૬૬
સમાધિમરણ
અમને આ દવાઓની શ્રદ્ધા હોય? શુદ્ધ આત્માની જ શ્રદ્ધા અટલ રહે છે “જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવત્ હાથીના
શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તેમ “જો જિન તું છે પાંગરો રે લોલ, કર્મ તણો શો આશરો રે લોલ” એમ ભક્તાત્માઓ બોલી ઊઠ્યા છે. કર્મ અને ધર્મની લડાઈમાં ધર્મનો જય થાય છે કારણ કે તે સત્ છે અને સત્નો જ જય સદાય થાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા દાક્તરો સેવાભાવે તત્પર હતા. પૂ. રતિલાલ જતા-આવતા અને પૂ. શારદાબહેન તો ત્યાં જ રહેલાં, પણ કર્મ આગળ કોઈનું ચાલ્યું નહીં. પણ તેઓશ્રીજીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હોય પણ તેની શ્રદ્ધા હોય? શ્રદ્ધા તો એક જ્ઞાનીએ નિર્ણય કરેલો, અનુભવેલો, ઉપદેશેલો શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા. એક જ્ઞાનીએ જાણેલો શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય, માનવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય છે, બીજાં બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ઠગાવા જેવું નથી, ભુલાવો ખાવા યોગ્ય નથી.”
(બો.૩ પૃ.૧૧૧) ઘર્મેચ્છકની સેવા કરવાની ભગવાનની આજ્ઞા છે; ન કરે તો આજ્ઞાનો ભંગ છે
આપનો પત્ર પ્રાપ્ત થયો છેજી. આપના પિતાશ્રીની તબિયત બહુ બીમાર રહે છે એમ આપના પત્રમાં છે. તેમને શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ તત્પર રહેવા વિનંતી છેજી. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે. તેવા પ્રસંગે પોતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજા કામને અગત્યનાં ગણી સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે એમ શ્રી ભગવતી આરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગો આપણા આત્માને પણ હિતકારી છે એમ જાણી તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો તેથી તેની દેવગતિ થઈ હતી. (બો.૩ પૃ.૧૧૦)
કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડે તો પણ હિતકારી માંદગીના પ્રસંગોમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પોતાથી થાય તો તે, નહીં તો સમાધિસોપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકપાળદેવનું શરણ દ્રઢ થાય તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારોમાં તેમનું ચિત્ત રહે તેમ કરવા ભલામણ છેજી. બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે