________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
વિચાર કર્યો હોય તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે. તેમ મુમુક્ષુને તો કર્મથી છૂટા થવું છે અને કર્મ જવા માટે આવ્યાં છે, તો જેવો તેનો સુખદુઃખરૂપ સ્વભાવ હશે તે દેખાડી ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષખેદ ન કરવો, આટલું સાચવવાનું છે. જો સમભાવે ઉદય આવેલાં કર્મ વેઠી લેવાય તો તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે.”
(બો.૩ પૃ.૯૯)
૧૬૫
બહુ પ્રેમથી મંત્રનું રટણ કરે તો ભવોભવમાં સત્પુરુષનો યોગ થાય “દેહના રોગ માટે દવા લઈએ તે કરતાં, ઘણા ઘણા પ્રેમથી તે આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. એક તો સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે, જાણે સ ્ ગુરુ સમીપ જ છે એમ ગણી એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમ કૃપાળુદેવનો હોય તો તેનાં દર્શન વારંવાર પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે અને સત્પુરુષનો ભવો ભવમાં યોગ કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું. રોગમાં ચિત્ત રોકવું નહીં, કારણ કે રોગ તો કર્મ છે, તે જાય છે. પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણાવેલી શિખામણ મોઢે કરી રોજ બોલવાનો નિયમ રાખશો તો કલ્યાણ થશે.
ન
“શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો નિર્પ્રન્થ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ
સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.’’ (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર. (બો.૩ પૃ.૧૦૩)