________________
૧૬૪
સમાધિમરણ
દરરોજ મરણ સંભારી તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજી. જે કરશે તેના લાભનું છેજી.” (બો.૩ પૃ.૯૧)
સનત્કુમારે અનિત્ય એવી કાયાને નિત્યપદ પ્રાપ્તિમાં લગાડી “અચાનક વ્યાધિ ઉત્પન્ન થયાનું આપના પત્રથી જાણી ઘણો વિચાર આવ્યો કે અહો ! આ શરીર કેવો દગો દે તેવું છે ? એક ઘડીવારનો તેનો વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચો લીધો હોય તે નીચો લેવાશે કે નહીં તેનો ભરોસો નથી. આવી અસ્થિર વસ્તુ-સ્થિતિ આ દેહની છે. શ્રી સનકુમાર ચક્રવર્તી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેવોના ઇંદ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી, તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી સાતસો વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઈ, પરંતુ તે સમ્યકુદ્રષ્ટિવંત ભગવંતે તો તેની દરકાર રાખ્યા વિના છ ખંડનું રાજ્ય છોડી ભીખના ટુકડા ઉપર તેનો નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી. ધન્ય છે તે મહા ધીર શૂરવીર સંતપુરુષોને કે જે દેહની દરકાર છોડી આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે.” (બો.૩ પૃ.૯૭)
દેહને પોતાનો માનવાથી જ બધા દુઃખ જન્મ પામે દેહ એ કર્મનો જ સંચો છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પોતાનું ઘર માની, અરે ! પોતાનું રૂપ માની તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કેવો બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું, પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી ખેદ કરે છે કે હું નિર્બળ થઈ ગયો, મારાથી ઉઠાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, લખાતું નથી, હું ફીકો પડી ગયો, હું રોગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે આમ રોદણાં રડવા લાગે છે અને પાછો સાજો થયો એટલે પાછો અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કોઈ કમાતું નથી, મારો વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરોબરી કરે એવો કોણ છે, આ વર્ષમાં તો આટલું જરૂર કમાવાનો. આમ ને આમ આટલાં બધાં વર્ષો દેહને જ પોતાનો માની તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની ટેવ જીવ ઉપાસતો આવ્યો છે. હવે કોઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તો અવશ્ય તેનું કલ્યાણ થાય.” (બો.૩ (પૃ.૯૭)
જે સમભાવે સુખ દુઃખ વેદે તો તપ કરવા સમાન “મરણ આવશે તો શું થશે? બહુ લાંબા વખત સુધી માંદગી લંબાશે તો કેમ ખમાશે ? વગેરે વિચારો અણસમજણથી આવે છે અને તેને લીધે આર્તધ્યાન થાય છે, એટલે વેદનામાં જ વૃત્તિ ચોંટેલી રહે છે. પણ સમજુ માણસને, કે સત્પરુષના સમાગમે કંઈ બોધ સાંભળી દ્રઢ વિચાર કર્યો હોય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીય કર્મ છે, તેને વિચાર આવે કે કર્મ બાંધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછાં આવવાનો નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે