________________
સમાધિમરણ
ના પાડી. પછી સાંજના સાત વાગ્યે કવિરાજ પધાર્યા. ટોકરશીભાઈની શરીરપ્રકૃતિ પૂછી. અમે
કહ્યું કે માંદગી વૃદ્ધિ પામે છે. કવિરાજે અમને બધાને દૂર કર્યા. અમે બધા દીવાનખાનાની ભીંતો સુધી હઠીને ઊભા.
કવિરાજ ટોકરશીભાઈ પાસે બેસી કંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનિટમાં ટોકરશી ભાઈએ શુદ્ધિમાં આવી કવિરાજને બોલાવ્યા. કવિ રાજે પૂછ્યું : “કેમ છે?” ટોકરશીભાઈએ કીધું કે “ઠીક છે. હવે ગાંઠની પીડા નથી.” ત્યાર પછી થોડીવાર રહી ટોકરશી- ભાઈ સંસ્કૃત ભાષામાં એક શ્લોક બોલ્યા. કવિ-રાજે પૂછ્યું કે “આ શ્લોક ક્યાં સાંભળેલ છે, તે યાદ છે?” ટોકરશીભાઈ બોલ્યા : “હાજી, દસેક વર્ષ ઉપર આપ તથા ડૉક્ટર (પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા) તથા હું શ્રી ઈડરના જંગલમાં ગયા હતા ત્યાં.' કવિરાજ બોલ્યા કે “આ શ્લોક ઘણો સારો છે. લખી રાખવા જેવો છે. થોડી વાર પછી કવિરાજ ટોકરશીભાઈને પૂછ્યું કે “હવે કેમ છે?” ટોકરશીભાઈ કહેઃ આનંદ આનંદ છે. આવો અનુભવ કોઈ દિવસ થયો નથી
ટોકરશીભાઈ બોલ્યા કે “આનંદ, આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈ પણ દિવસે અનુભવી નથી. એટલામાં જ કવિરાજે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકરશીભાઈના મોઢા તરફ ચડતો