________________
પરમકૃપાળુદેવના હાથે શ્રી ટોકરશીભાઈનું સમાધિમરણ
લૌકિકે આવેલા કચ્છના પદમશીભાઈને છેવટની પોતાના ભાઈની માંદગી સંબંધી કહે છે : “ભાઈ ટોકરશી ગાંઠ અને સન્નિ-પાતના દરદને લઈને દુકાનના ગ્રાહકો સંબંધી અને બીજા સાંસારિક બકવાદ કરતા અને હરઘડીએ ઊઠીને નાસી જતા હતા; તેથી અમે ચાર જણ ઝાલી રાખતા હતા.
ગઈ કાલે બપોરના બે વાગ્યાને સુમારે કવિ- રાજ (શ્રીમજી) પધાર્યા અને કીધું કે | ટોકરશી મહેતાને કેમ છે? અમે કીધું કે સખત મંદવાડ છે. કવિરાજે કીધું કે તમે બધા દૂર
ખસી જાઓ. અમે કીધું કે ટોકરશીભાઈ હરઘડીએ ઊઠીને નાસભાગ કરે છે, તેમ કરશે. કવિરાજે કીધું કે નહીં લાગે. તેથી અમે બધા ત્યાંથી દૂર ખસી ગયા અને કવિરાજ તેમની પાસે બેઠા અને પાંચેક મિનિટમાં ભાઈ ટોકરશી સાવચેત થઈ ગયા અને કવિરાજને વિનયપૂર્વક કીધું કે આપ ક્યારે પધાર્યા? પોતે પ્રશ્ન કર્યો; તમને કેમ છે? એટલે ટા ક ર શી ભાઈ બોલ્યા-ઠીક છે, પણ ગાંઠની પીડા છે......
પછી અધો કલાક ટોકરશીભાઈ શાંત રહ્યા અને કવિરાજ વિક્ટોરિયા ગાડીમાં બેસીને પોતાની દુકાને પધાર્યા. કવિરાજ પધાર્યા પછી પાંચેક મિનિટે ભાઈ ટોકરશી પ્રથમ
પ્રમાણે સન્નિપાતવશ જણાયા.”
જેમ બનવાનું હોય તેમ બને છે' “અમે કવિરાજને તેડવા સારુ માણસ મોકલાવ્યું તેણે દુકાન પર જઈ કવિરાજને પધારવા આમંત્રણ દીધું. કવિરાજે જણાવ્યું : “જેમ બનવાનું હોય તેમ બને છે.” અને તે વખતે આવવાની