________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૨૩
હોવાથી ચોરવા માટે જે કોઈ પણ વસ્તુ ઉપાડે તેમાં તેને હરણ કરી જવાના દોષો દેખાતા તેથી તે કોઈ પણ વસ્તુ ચોરી શક્યો નહિ. એવામાં ભીંત ઉપર લખાયેલા પેલા શ્લોકનાં ત્રણ ચરણ વાંચવામાં આવ્યાં, એટલે તેની નીચે તરત તે વિદ્વાન ચોરે ચોથું ચરણ આ પ્રમાણે લખ્યું કે નયનો બિડાઈ ગયા પછી એમાંનું કાંઈ રહેવાનું નથી.
सम्मीलने नयनयोन हि किंचिदस्ति ।। એમ શ્લોકની તેણે પૂર્તિ કરી.
ચોરી કરવા માટે આવેલા તે પંડિતને પ્રત્યેક વસ્તુ ચોરવામાં કોઈ ને કાંઈ પાપ દેખાયું, તેથી કાંઈ પણ લીધા વિના તે મહેલમાંથી બહાર નીકળી ગયો.
બિછાનામાંથી ઊઠ્યા પછી રાજાએ પોતે લખેલો ત્રણ પદોવાળો શ્લોક ચારે ચરણોમાં સંપૂર્ણ થયેલો જોયો. ચોથું અર્થભર અને ભાવવાહી પદ વાંચીને તે ખૂબ ખુશ થયો. વળી તેનો અર્થ જાણવામાં આવતાં તે ગદ્ગદિત બની ગયો. અને સંસારની તથા તેના સુખોની નશ્વરતા ધ્યાનમાં આવતાં તે વિરક્તભાવને અનુભવવા લાગ્યો. - રાજાને આ પદ લખનાર માણસને મળવાની ઇચ્છા થવાથી તેણે તેને અભયદાન આપવાની ઘોષણા કરી પોતાની સન્મુખ હાજર થવા જણાવ્યું. રાજાની આજ્ઞા પ્રમાણે તે પંડિત રાજસભામાં આવતાં રાજાએ તેનો સત્કાર કરી પોતાને સત્ય જ્ઞાન કરાવવા માટે આભાર માન્યો અને તેના ફળમાં તેને ખૂબ ધન આપી તેની દરિદ્રતા પણ દૂર કરી.” (શ્રી સુબોધ કથાસાગરમાંથી)
આત્માને મરણ છે જ નહીં “મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યો છે. તે ભૂલી સદ્ગુરુની આજ્ઞાએ સાવધાન થશોજી. જે જાય છે તે ફરી ભોગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કાંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા-સાક્ષી છેજી. તે સદ્ગુરુએ જોયો છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવોભવ એ માન્યતા હો !” (ઉ.પૃ.૭૪)
સશુરુના બોઘબળે બાંધેલી વેદના ભોગવતાં શાંતિ રહે આ શરીર સંબંધમાં વૃદ્ધ અવસ્થાને લઈને દિવસે દિવસે કંઈ કંઈ રંગ બદલાય છે. જાણે કે હવે દેહ છૂટી જશે. પણ દેહનો સંબંધ પૂર્ણ થતાં સુધી–જ્યાં સુધી જરા અવસ્થારૂપી હેડમાં રહેવું થશે ત્યાં સુધી–બાંધેલી વેદના ભોગવતાં કાળ જશે. પણ પરમ કૃપાળુ દેવાધિદેવના શરણથી તે સદ્ગુરુકૃપાએ તેમના શરણમાં, તેમની આજ્ઞામાં, તેમના બોધમાં, તેની સ્મૃતિમાં કાળ જાય છે, ભાવ રહે છે તેથી સંતોષ માની કાળ નિર્ગમન કરું છું. ગભરામણ, મૂંઝવણ વૃદ્ધ અવસ્થાનાં બાંધેલાં વેદનનું ગુરુપસાથે જેમ બને તેમ સમભાવે વેદવું થાય છે.” (ઉ.પૃ.૭૪)