________________
૧૨૪
સમાધિમરણ
જીવ મરણ વખતે ગભરાઈ આર્તધ્યાન કરે તો ખોટી ગતિમાં જાય
જીવને દુઃખ આવે છે, મરણ થાય છે તે વખતે ગભરાય છે, મુઝાય છે; વળી કોઈને ઘેલછા થઈ જાય છે, અકળાય છે. તેનો દ્રષ્ટા આત્મા છે. તે વિચાર છૂટી જઈ ગભરાઈ મુઝાઈ આર્તધ્યાન કરી જીવ ખોટી ગતિમાં જાય છે. માટે જ્ઞાની પુરુષના વચનામૃતમાં, પત્રોમાં જે જે ભલામણ છે તે વાંચવી-વિચારવી કર્તવ્ય છે'.” (ઉ.પૃ.૬૯) ચકરી ચહે, શ્વાસ ચઢે છતાં જ્ઞાનીને દેહથી જુદા થઈને જવાની મજા પડે આપ સ્વભાવમેં રે ! અબધુ સદા મગનમેં રહેના.” [ભક્તિમાં ગાયેલું પદ].
અબધુ એ આત્મા. હીરા, માણેક, મોતી, પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે; પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” - આત્માનું લક્ષણ-જાણવું, દેખવું ને સ્થિર થવું તે-નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું'; બીજું તો જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિ પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા ! જે જે ઉદય દેખાય છે તે જવાને વાસ્તે આવ્યું કે ચાલ્યું.
વજતાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને-મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો; પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે.
[પ્રભુશ્રીને તે અરસામાં ચક્કર, મૂછ આવતાં] જાગૃત, જાગૃત, ને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય ? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જવો જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું.” (ઉ.પૃ.૨૫૮)