________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૨૫
આત્મા એ જ મારું સ્વરૂપ; તે જ્ઞાનીએ જોયો “દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છેજી. આત્મા અજર છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંયોગે હોવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા-અશાતા વેદનીય હોય તો પણ તે કિંચિત્ માત્ર દુઃખમય નથી. આત્મા છે તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયનો કાળ ક્ષય થાય છે. ત્યાં તે વેદનીનો ક્ષય થયે, નાશ થયે, મૃત્યુ-મહોત્સવ છે. કર્મનો નાશ તે મૃત્યુ-મહોત્સવ છે. હરખશોક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરો. શ્રદ્ધા માન્યતા તો તે જ. સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (ઉ.પૃ.૬૨)
આખો લોક ત્રિવિધ તાપથી દુખી કાળનો ભરૂસો નથી, લીધો કે લેશે થઈ રહ્યું છે. જગત પંખીના મેળા જેવું છે, મેમાન જેવું–સ્વપ્ન જેવું છે. તીર્થકરના વચન એવાં છે : આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, અજ્ઞાનથી સર્વિવેક પામવો દુર્લભ છે. તે યથાતથ્ય છે. સમતા અને ધીરજ કર્તવ્ય છે. એ જ એક ભાવ-વૃષ્ટિ કરવાની છે. જેવું સુખ-દુઃખ બાંધ્યું હશે તેવું ભોગવાશે. તેમાં કોઈનું ચાલે તેમ નથી.”
| (ઉ.પૃ.૧૦૨) મૃત્યુએ માથાનાં લટિયા ઝાલ્યાં છે ઘર્મરાજ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત-ધર્મરાજ યુધિષ્ઠિરે એક સમયે ગોરને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી તેમને બેસવા માટે સોનાનો પાટલો આપ્યો. તે જોઈ ગોરના મનમાં થયું કે, સંધ્યા કરતી વખતે બેસવા માટે આપણી પાસે આ પાટલો હોય તો કેવું સારું!
તે દહાડે તો ગોર જમીને ગયા, પણ બીજે દિવસે સવારે આવીને ઊભા રહ્યા. તે સમયે રાજા યુધિષ્ઠિર હજામત કરાવતા હતા. તેમણે પૂછ્યું કે, “કેમ, મહારાજ! શી ઇચ્છા છે? ગોર કહે : “કાલવાળો પાટલો મને સંધ્યા કરવા માટે મળે એવી અભિલાષા છે.'
રાજા કહે : “ઠીક, કાલે આવજો” આ સાંભળીને તેમની બાજુમાં ઊભા રહેલા અર્જુન અને ભીમ હર્ષ પામી હસવા લાગ્યા.
રાજાએ તેમને તેમ કરવાનું કારણ પૂછતાં ભીમે ખૂબ આનંદમાં આવી જઈ મોટાં મોટાં વાજિંત્રોનો અવાજ જોરશોરથી કરવા માંડ્યો.
થોડી વાર રહીને બંને જણા બોલ્યા કે “કાલ સુધી આપણું શરીર રહેશે જ એ આપ સત્યમૂર્તિના વચનથી જાણી અમને આનંદ થયો છે, અર્થાત્ ક્ષણભંગુર એવું શરીર પણ આવતી કાલ સુધી અવશ્ય ટકશે જ એ વિષે અમારા મનમાં હવે કાંઈ પણ સંદેહ રહેતો નથી. કેમકે આપ