________________
૧૨૬
સમાધિમરણ
સર્વદા સત્ય જ બોલો છો; તેથી અમે નિશ્ચયપૂર્વક આપના કહેવાથી માનીએ છીએ કે ક્ષણમાત્રમાં નાશ પામનારું એવું શરીર પણ આવતી કાલ સુધી અવશ્ય ટકી રહેશે જ. આથી અમે હર્ષિત થઈને વાજિંત્રો વગાડ્યા.'
શરીર ગમે તે ક્ષણે વિનાશ પામે માટે ધર્મકાર્ય શીઘ કરવું
al"
v
રાજા કહે : આમાં મારી ભૂલ થઈ છે; કારણ કે શરીર વિનાશધર્મવાળું છે, મૃત્યુએ માથાનાં લટિયા ઝાલી રાખ્યાં છે. તેથી શરીર ગમે તે ક્ષણે વિનાશ પામશે જ એમ માની ધર્મકાર્ય કરી લેવું, ધર્માચરણમાં પ્રમાદ કરવો નહિ. પરોપકારનું કામ તરત કરવું. “શુભસ્ય શીઘ્રમ્' અર્થાત્ શુભ કામમાં ઢીલ ન કરવી. સારું કામ તરત કરવું.
આજે કાંઈ દાન કરવાનું ધાર્યું અને તે કરીશું' એમ બોલીને કાલ પર મુલતવી રાખ્યું તો તે કાળબળને લીધે ભાવ ફરી જાય અને સત્કાર્ય કરવાનું રહી જાય. માટે તેમ કરવું યોગ્ય નથી.
શુભ કામ કરવા માટે વાયદો ન કરવો પણ તેને તરત કરી લેવું. એમ વિચારી રાજા યુધિષ્ઠિરે હજામત કરાવતાં કરાવતાં ઊભા થઈને તે ગોરને બોલાવી પાટલો આપી દીધો અને પછી બાકી રહેલી હજામત કરાવવા બેઠા.