________________
સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો
૬૫ તેમ સ્થળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે.” (વ.પૃ.૪૮૦) દેહ છૂટે પણ આત્મા અખંડ રહે; માટે પોતાનું કંઈ
જતું નથી. દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.” (વ.પૃ.૭૮૦)
આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર.” (વ.પૃ.૪)
“જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.” (વ.પૃ.૪)
“પગ મૂક્તાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (વ.પૃ.૪) સમ્યક દ્રષ્ટિને આત્મામાંથી મોહ ગયો તેથી સહજ
સમાધિ “શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્યકારણો વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં, કે કોઈ પડાવી લે તો ખેદ થાય નહીં. જેને શાતા અશાતા બન્ને સમાન છે તેને સહજસમાધિ કહી.
સમતિવૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શોક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગનો હર્ષ ન રહે, ખેદ થાય તેવો ખેંચી લે. તે ‘આમ થવું ન ઘટે” એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શોક થાય તો પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતવૃષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમકિતવૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમતિવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પોતાને સહજસમાધિ છે. બહારનાં કારણોથી તેને સમાધિ નથી, આત્મામાંથી મોહ ગયો તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાદ્રષ્ટિ બહારનાં કારણોમાં તદાકાર થઈ જઈ તે