________________
૬૬
સમાધિમરણ રૂપ થઈ જાય છે. સમકિતવૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં, જો કે રોગ ના આવે એવું ઇચ્છે નહીં; રોગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં.” (વ.પૃ.૭૨૧)
સમ્યક્દૃષ્ટિ જીવને તેની વૃત્તિરૂપી દોરી હાથમાં છે તેથી તેને સદા સહજ સમાધિ છે
જનક વિદેહીનું હૃષ્ટાંત– જનક રાજા વિદેહી કહેવાતા. એક વખત તેમને તેમના મંત્રીએ પૂછ્યું કે, “તમે દેહ છતાં વિદેહી કેમ?” જનકે કહ્યું કે, “આનો ઉત્તર હું તમને આવતી કાલે આપીશ. આવતી કાલે તમારે અહીં જમવાનું છે.” રાજાનું આમંત્રણ સ્વીકારી મંત્રી ઘેર ગયો. બીજે દિવસે ભોજનના સમય પહેલાં જનકરાજાએ રાજ્યમાં એવો ઢંઢેરો પિટાવ્યો કે, “મંત્રીનો એક એવો ભયંકર ગુનો સાબિત થયો છે કે, વિના પૂછ્યું આજે ચાર વાગે તેમને ફાંસી આપવાની છે !” માણસોએ મંત્રીના ઘર આગળ જઈ મોટા અવાજે બેચાર વખત આ વાત સંભળાવી. મંત્રીના હોશકોશ ઊડી ગયા.
હવે રાજાએ રસોઈ મીઠા મરચાં વિનાની બનાવી. મંત્રી જમવા આવ્યા. પણ જમતા કોઈ વસ્તુમાં ચિત્ત ચોંટ્યું નહિ.
જમ્યા પછી જનક રાજાએ પૂછ્યું–કેમ મંત્રીજી, રસોઈ કેવી બની હતી?” મંત્રી કહે મહારાજ! “મને તેની કંઈ ખબર નથી; કેમકે આજે ચાર વાગે તો આપ મને ફાંસી આપવાના છો તેથી મારા હૃદયમાં તે જ વાત ઘોળાયા કરે છે. મને આજે કોઈ વસ્તુમાં પ્રેમ રહ્યો નથી. ચારે તરફ જ્વાળા સળગી રહી હોય એમ ભાસે છે.”
ત્યારે જવાબમાં જનક રાજાએ કહ્યું–તમારે તો હજુ ચાર કલાક ફાંસીને બાકી છે છતાં