________________
સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો
શરીરનું કે ભોજનનું તમને ભાન રહ્યું નહીં; જ્યારે અમને તો નિરંતર માથે મરણની તરવાર ઊભી જ દેખાય છે અને આ આખું વિશ્વ ત્રિવિધ તાપાગ્નિની જ્વાલાથી સળગતું હોય એમ જ જણાય છે. તો અમારું મન રાજ્યરિદ્ધિ કે વૈભવમાં ક્યાંથી આસક્તિ પામે.
5.
હવે તમને સમજાયું હશે કે દેહ છતાં વિદેહી કેમ રહેવાય છે. (શ્રી સુબોધ કથાસાગરના આધારે)
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું
“શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ જોઈએ. સમકિત આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમસ્થી ના કહેવાથી બંધ રહે નહીં. સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમકિત અંશે થયું.’ (વ.પૃ.૭૨૧)
સત્પુરુષની વાણી વિના કોઈ સંસારના ત્રિવિધ તાપને છેદી શકે નહીં
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે,એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ,જ્વરાદિક રોગ,મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯)
એક અંશ શાતાથી કરીને સંપૂર્ણ આત્મસમાધિનું કારણ સત્પુરુષ જ “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.” (વ.પૃ.૨૬૯)
શરીરમાં રોગ થયે સર્વ ઉપરના મોહનો વિચારવાન ત્યાગ કરે છે
“શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે.’’ (વ.પૃ.૫૬૦)
સ્વસ્વરૂપને જાણવા માટે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય