________________
સમાધિમરણ
“જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે—ક્રમે કરી જ્ઞાની થાય છે.'' (વ.પૃ.૩૩૭)
વીતરાગતા, સમતા, સંતોષ અને કષાયની મંદતા એ પરમ શરણરૂપ
“રોગ, વિયોગ, દારિત્ર્ય, મરણાદિકનો ભય છોડી પરમ ધૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે. બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણ રૂપ છે.
ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિદ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઈલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે.’’ (વ.પૃ.૨૦)
૬૮
મહાવીર ભગવાનનું સમવસરણી