________________
સમાધિમરણ
પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યદૃષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શોભાવજો; પણ કાયરની પેઠે લડતાં લડતાં પાછા હઠી જશો નહીં, પાછી પાની ફેરવી ઘરભણી દોડી જશો નહીં, અનાદિ દેહદૃષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં. સભ્યષ્ટિ દેહને પર ગણે છે અને આત્માને પોતાનું સ્વરૂપ માને છે અને સાક્ષીરૂપે જે થાય તે જોયા કરે છે.’” (બો.૩ પૃ.૪૨૧) મરણ વખતે હિમ્મત હારે તો અઘોગતિમાં જાય
૧૯૨
“પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસોની પેઠે સદ્ગુરુનો સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તો હું મરી જઈશ, મને કોઈ બચાવો ! એમ થાય તો સમ્યક્દર્શન કે સદ્ગુરુનો આશ્રય ખોઈ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારનો મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઇચ્છનાર કાયર સમાન છે, તે સત્પુરુષના ઉપકારને ઓળવે છે, પોતાના આત્માનું હિત ગુમાવે છે તે અને સમાધિમરણ કરવાનો અવસર આર્ત્તધ્યાનમાં ગાળી તિર્યંચ આદિ આયુષ્ય બાંધી અધોગતિમાં ભ્રમણ કરવાનાં કારણો ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પોતાની સાથે લઈ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજો.’’ (બો.૩ પૃ.૪૨૧)
જેવા ભાવ તેવા પ્રભુ ફળે
“આ માસમાં અષાઢ વદ ૯ રવિવારે ભાદરણના એક ભાઈનું કૅન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું ‘ભગવાન આવ્યા છે, દર્શન કરો, દર્શન કરો.” આવી શુભ લેશ્યા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છેજી. આખરે એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે જણાયો છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવો એ કડીનો અર્થ છેજી.’ (બો.૩ પૃ.૪૨૧)
શુદ્ધ સ્વરૂપને ભજવાથી સમાધિમરણ
“વિ. દિવાળી ઉપર સમાધિ-મરણ વ્રતની ૩૬-૩૬ માળા ચાર દિવસ ફેરવી હશેજી. જપ, તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઈ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એવો નિયમ છે, તો એ કેટલી બધી સાચી કમાણી ગણાય ? તેને માટે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી અચૂક ફળ આપે એવું વ્રત યોજ્યું છે, પણ પ્રમાદને લઈને જીવો લાભ લઈ શકતા નથી. સમજ્યા ત્યારથી સવા૨ ગણીને પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજવાની આજ્ઞા ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની છે, તે રોજ પ્રસંગે પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છેજી.’’ (બો.૩ પૃ.૪૪૧)