________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
છેજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવંદ્ય છે, માથે રાખી છે તેનો વાંકો વાળ થાય તેમ નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગે ચઢાવી આગળ વધારી મોક્ષે લઈ જાય તેવું તેનું યોગબળ વર્તે છેજી.’’ (બો.૩ પૃ.૩૮૯)
બીજાનો પુરુષાર્થ જોઈ આપણે પુરુષાર્થ વધે તેમ કરવું “પૂ॰ ખુશાલભાઈ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માર્થે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું, પીવું, બોલવું છોડી સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી એટલે તેમનો અભિપ્રાય સ્પષ્ટ જણાતો નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યનો પ્રસંગ ઓછો કરી દીધો હતો. આ બીના સહજ જાણવા લખી છેજી. આપણે તો કોઈને પુરુષાર્થ કરતો જાણી આપણો પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખવો ઘટે છેજી. તેમણે ખાવું-પીવું છોડી ભક્તિભાવનો લક્ષ રાખ્યો છે તો આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તો કેટલું શરમાવા જેવું છેજી ? આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છેજી.” (બો.૩ પૃ.૪૧૯)
ઘન કરતા આયુષ્ય અનંતગણું કીમતી, તે ઘર્મમાં જાય તો જીવન ધન્ય બની જાય
“અષાઢ સુદ ૧૩ના સાંજના છએક વાગ્યે પવિત્ર આત્મા પૂ. ખુશાલભાઈએ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજી. છેક છેવટ સુધી તે ભાઈની લેશ્યા સારી હતી. સ્મરણમાં તેનું ચિત્ત હતું. છેવટે સંયોગો પણ સારા મળ્યા. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે તે આ ક્ષણિક દેહ ત્યાગી કરેલાં શુભ કર્મ ભોગવવા અન્યત્ર ગયા છેજી. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનો છે તેની તૈયારી કરતા રહીએ તો સત્પુરુષના આશ્રિત યથાર્થ ગણાઈએ અને જો પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડ-દેવડમાં જે તૈયારી કરવાનો વખત મળ્યો છે તે ગુમાવી બેસીશું અને એકાએક તેવો દિવસ આવી ચઢશે તો ગભરામણનો પાર નહીં રહે, પસ્તાવો વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો મોક્ષ-ઉપાયમાં ગાળવાનો લોભ રાખવા યોગ્ય છેજી. ધન કરતાં આ ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે, એમ ગણી જતા દિવસની જેટલી ક્ષણો ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી.” (બો.૩ પૃ.૪૨૦)
દેહદૃષ્ટિ તજી, આત્માને પોતાનો માની શૂરવીર થઈ સમાધિમરણ કરવું “સંગ્રામ આ શૂરવીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો;
કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજો. (વીરહાક)
૧૯૧
ભાવાર્થ : સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવદ્-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવ-પ્રેરક પ્રસંગો સામે લડવાનો શૂરવીરનો સંગ્રામ(યુદ્ધ)નો કાળ આવ્યો છે; તે