________________
૧૯૦
સમાધિમરણ
બાઈએ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તો દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે? શું મરી ગયા પછી ધર્મ કરવા યોગ્ય છે ?”
આ વાત સાંભળી તેને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં. કારણ કે “સો રૂપિયે અઢી શેર કેફ' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહનો વિચાર કરવાનો મને અવકાશ પણ નહોતો. આ માંદગીએ તે વખત આપ્યો અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે. કારણ કે આયુષ્ય ક્ષણભંગુર છે તો પ્રથમ ધર્મકર્તવ્ય સમજી લેવું ઘટે છે અને ધર્મપ્રેમ પ્રગટ્યા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય માટે ધર્મ સમજવા સત્સંગ, સલ્લાસ્ત્ર, સદગુરુનો સમાગમ વગેરે આદરવા ઘટે છે. એમ વિચારી તે બાઈની યુક્તિને ધન્યવાદ આપ્યો. પછી દવા વાપરતાં રોગ દૂર થયો અને બન્ને બાઈ ભાઈ સત્સંગપ્રેમી બની પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યા.” (બો.૩ પૃ.૩૭૪)
પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધે તો ગમે તે ગતિમાંથી આવી મોક્ષે જાય
પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દ્રઢ કરતા રહેશોજી. એ જ જીવનદોરી છે. શ્વાસોચ્છવાસ ધમણની પેઠે લેવા એ જીવન નથી. પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ” છે તેમાં વૃત્તિ રાખવી એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા