________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૯૩
વંચાય તો વાંચશો, નહીં તો મંત્રમાં એકતાર થશો
(મંદાક્રાંતા) “મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ,
જ્યાં ત્યાં જોવું પરભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ઑવન જીંવવું, લક્ષ રાખી સદા એ,
પામું સાચો જીંવન-પલટો, મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪) આપે પત્રની ઇચ્છા દર્શાવી, તેના ઉત્તરમાં સમાધિમરણ અર્થે લક્ષમાં લેવા જેવી કેટલીક કડીઓરૂપ આ પત્ર લખ્યો છે, તે પુસ્તક હાથમાં ન લેવાતું હોય તોપણ સૂતાં સૂતાં વાંચવા કામ લાગે એમ ગણી લખી મોકલેલ છે). એટલું બધું વાંચવાની શક્તિ ન હોય તો પૂ... ગાઈ સંભળાવશે. તેમાં વૃત્તિ રાખવાનું ઠીક લાગે તો કરશો કે એક વાર વાંચી રહ્યા પછી અમુક અમુક કડી નિશાની કરી લઈ બોલતા રહેવાથી મુખપાઠ પણ થઈ જવા સંભવ છે. એવી શક્તિ ન હોય તો માત્ર સ્મરણમાં એકતાર થવાનો પુરુષાર્થ કર્યા કરશોજી. અમુક નિત્યનિયમ વગેરે ન બને તો તેનો ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના સલ્ચરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છોડવો છે, છેલ્લા શ્વાસે પણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ભાવના હૃદયમાં રહે; તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવે રહે એ જ અંતિમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ પરમપુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, સ્નેહરૂપ, સ્મરણરૂપ, ખેદરૂપ કે અન્યથા હો તેનો મન, વચન, કાયાથી ત્રિકાળ ત્યાગ હો ! “Úહિ તેહિ”ની લય લગાડવાની છે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?” સમાધિસોપાનમાં છેલ્લે સમાધિ-મરણનું પ્રકરણ છે તે અવકાશ હોય ને બની શકે તો વાંચવા યોગ્ય છે. તેનો જ સાર પ્રજ્ઞાવબોધના ઉપર જણાવેલા પદ્યમાં છે. તેમાં પરમકૃપાળુદેવનાં વચનોનો આશય છે તે હિતકારી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૪૪૫)
માથે મરણનો ઝપાટો છતાં જીવ નિરાંતે ઊંઘે એ કેવું મૂઢપણું? “દેહ ઇંદ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે, તે મેળવવા, સાચવવા કે તેનો નાશ થતાં તેની ઝૂરણા કરવામાં જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થનો વિચાર કે ભવ-પરિભ્રમણનો ત્રાસ તેને સાંભરતો નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મચ્છર ગણગણતો હોય તો તેની તરત કાળજી રાખી ઉરાડી મૂકે છે; પણ માથે મરણ