________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૧૯ આ શરીર ન હોત તો આત્મા સિદ્ધ ભગવાન જેવો જ છે
“સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર એ ત્રણ સાથે આવવાનાં છે. ‘હું દેહનો નહીં દેહ મારો નહીં એવો નિશ્ચય કરવાનો છે. દેહ ન હોય તો સિદ્ધ ભગવાન જેવો જ છે. આખા સંસારનો આધાર દેહ છે, શત્રુ જેવો છે.” (બો.૧ પૃ.૧૯૬)
દેહના મોહને લઈને જીવ ગમે તેવું પાપ કરે, તેથી અધોગતિમાં જાય
દેહ કેદખાનું છે. એ છૂટતાં આત્માનું કંઈ ન બગડે. પરમાણુઓ વિખરાઈ જાય, પણ આત્મા તો અવિનાશી છે. દેહનો નાશ છે. મૃત્યુ તો મહોત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય એવું રાખવાનું છે. રાજા હોય તે બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતો નથી. તેમ આ શરીરને છોડી બીજા શરીરમાં જવાનું છે તેમાં ઉત્સવ માનવો. દેહમાં મોહ કરવા જેવું નથી. દેહના મમત્વને લઈને ગમે તેવું પાપ કરે છે, તેથી અધોગતિમાં જાય છે. દેહ તો બધાનો છૂટે છે. ભ્રાંતિ-ચિત્તભ્રમ આદિ થાય, પીડા, દુઃખ થાય. જે થાય તે સહન કરવું. દેવગતિ બાંધી હોય તો દેહ મૂકે ત્યારે ત્યાં જવાય તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે તેને મરણનો ભય કેમ હોય? મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે દિવસે શરીર ઘરડું થાય અને મરણ ના આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ સુધારવું એ મારી ફરજ છે. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યા હોય તેટલું સારું થાય. પહેલાંથી લક્ષ રાખવાનો છે, પણ મરણ વખતે તો ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે.” -બોધામૃત
દેહથી ભિન્ન આત્મા સદા જાણ જાણ કરે પણ કદી મરે નહીં “કમેં જીવને કેદમાં નાખ્યો છે. તેને મૃત્યુ ન છોડાવે તો કોણ છોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુઃખથી છોડાવનાર છે. ગર્ભમાં આવે ત્યારથી દેહની સંભાળ જીવ લે છે, પણ તે જીવને અપકારી નીવડે છે. દેહથી હું ભિન્ન છું, એમ થાય તો જ દેહનો મોહ ઓછો થાય. સમાધિમરણ થાય તો મોહ ન લાગે. હું દેહ નથી, એમ થાય ત્યારે થાય. નહીં તો લક્ષ ચોરાશી ખડી છે. ફરી મનુષ્યભવ ક્યારે મળે? પંચમહાવ્રત ક્યારે ધારીશ? સમાધિમરણ ક્યારે કરીશ? પણ સમાધિમરણનો વખત આવે છે ત્યારે ડરે છે. મૃત્યુ તે કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે તેવું મળે. મોક્ષ મેળવવો હોય તો મોક્ષ મળે. ફરીથી નથી જન્મવું એવું દ્રઢ કરી લેવું. જાણનાર છે તે મરનાર નથી, તે તો જાણ જાણ જ કરે છે.” (બો.૧ પૃ.૧૯૭)
મોહી જીવને દેહ છોડતા દુઃખરૂપ લાગે ક્યારે જ્ઞાનીને સુખરૂપ લાગે. પૂજ્યશ્રી-“શરીરને આત્મા માનનાર બહિરાત્મા છે. અંતરાત્મા દેહને દુઃખરૂપ માને છે અને બહિરાત્મા સુખરૂપ માને છે. આત્મા જ્યારે દેહમાંથી જાય છે ત્યારે તેને કોઈ રોકનાર નથી. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ એ ચાર આરાધના સહિત મરણ કરવું. બહિરાત્માને દેહ છૂટે ત્યારે દુઃખ લાગે છે અને અંતરાત્માને સુખ લાગે છે. આત્માથી દેહ ભિન્ન છે