________________
૧૭૮
સમાધિમરણ
વારંવાર વિચારી સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છેજી. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તો આખરે પસ્તાવું પડશે.”
(બો.૩ પૃ.૨૩૧) દુઃખ ઉપરથી દેખાય પણ અંતરંગભાવ પ્રમાણે તેની દશા કહેવાય “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ?” સદ્ગત ભાઈ જુગરાજજી બાવરના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી તે તેમની સાથે ગઈ. દુઃખ આપણી નજરે દેખાય છે તેની તે વખતની અવસ્થા માની લેવા યોગ્ય નથી; કારણ કે તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભોગવતાં જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય તે તેની દશા ગણવા યોગ્ય છેજી.
- પરમ કૃપાળુદેવે લખ્યું છે : “વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.” (૫૬૮) અંત વખતે “બોધ અને વૈરાગ્યની વાસના” કામ આવે છે માટે આપણે તેવો પ્રસંગ આવવાનો છે તે પહેલાં બોધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સલ્લાસ્ત્ર દ્વારા બનતો પુરુષાર્થ કરી લેવો. (બો.૩ પૃ.૨૩૨) આ ભવમાં સપુરુષનો યોગ મળ્યો માટે
અવશ્ય કલ્યાણ કરવું
“મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાનો આવ્યો છે, તે વખતે પ્રમાદ કરી દેહ કે ધંધાના કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તો આખરે પસ્તાવું પડશે. માટે લૂંટમલ્ટ લેવાય તેટલો લહાવો લઈ લેવો. લખચોરાશીના ફેરામાં પછી શું બનવાનું છે ? મોહરૂપી ઊંઘમાં જગત આખું પડ્યું છે તેમાંથી પૂર્વના પુણ્ય સરુનો યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તો હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયા. હવે સસ્તુરુષનો યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તો આ યોગ મળ્યો તે ન મળ્યા જેવો અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે.” (બો.૩ પૃ.૨૩૨)