________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૭૭
રસ્તામાં એક કૂવો આવ્યો. ત્યારે પત્ની બોલી, મને તરસ બહુ લાગી છે માટે આ કૂવા માંથી
પાણી કાઢી આપો. તેનો પતિ પાણી કાઢવા ગયો અને જેવો તે વળ્યો કે તેણીએ ધક્કો મારી કૂવામાં નાખી દીધો.
પોતે પાછી ઘરે આવી માતાપિતાને કહ્યું : તમારા જમાઈને તો ચોરોએ ઝાડે બાંધી દીધા છે. હું તો મહામુશ્કેલીએ અહીં આવી છું એમ કહી રડવા લાગી. બધાએ તેને આશ્વાસન આપી શાંત કરી.
સદ્ગુરુ કૃપા કરી સંસારરૂપી કૂવામાંથી જીવને ખેંચીને બહાર કાઢે છે
હવે તેનો પતિ જ્યારે કૂવામાં પડ્યો ત્યારે અંદર એક ઝાડ હતું તેની ડાળને તેણે પકડી લીધી. વટેમાર્ગુ ત્યાં પાણી ભરવા આવ્યો ત્યારે તેણે બૂમ પાડી. તેથી વટેમાર્ગુએ દયા લાવી, દોરડું નાખી ખેંચીને બહાર કાઢ્યો, તે વટેમાર્ગુનો તેણે ઘણો ઘણો આભાર માન્યો.
તેમ આપણે ધન, સ્ત્રીના મોહને કારણે સંસારરૂપી કૂવામાં પડેલા છીએ. વટેમાર્ગુની જેમ સદ્ગુરુ નિષ્કારણ કરુણા કરી શ્રદ્ધારૂપી દોરડું નાખી સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા ઇચ્છે છે. હવે તે શ્રદ્ધારૂપી દોરડું છેક બહાર નીકળે ત્યાં સુધી અર્થાત્ છેલ્લી ઘડી સુધી જીવ પકડી રાખે તો સંસારરૂપી કૂવામાંથી જરૂર બહાર નીકળી શકે.” (સત્સંગની સુવાસમાંથી)
પાણી પહેલા પાળ બાંઘવી, નહીંતો આખરે પસ્તાવું પડશે
“રાગદ્વેષને શત્રુરૂપે જાણું તો જ તે છૂટે. જો તેમાં આનંદ રંગ કે સુખ લાગે તો કદી ન છૂટાય ! માટે હે પ્રભુ! તેમાં રંગાઈ જવાય છે તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે મરણ