________________
૧૭૬
સમાધિમરણ
વિચારી મુનિસુવ્રત ભગવાન પાસે આવ્યો, અને વીણા, વેણુ અને મૃદંગ સાથે ભક્તિપૂર્વક નૃત્ય કર્યું. તે સ્થાન આજે “અશ્વાવબોધ' તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ “શકુનિકાવિહાર’ નામનું દેવાલય બંધાવેલ છે.” (‘ચંદરાજાના રાસ'માંથી)
મંત્રમાં મન રોકે તો દુ:ખ મટી સુખની કમાણી થાય “આમ જીવ દુઃખ કે અસાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને દુઃખી થવાનો વેપાર કરી દુઃખની કમાણી કરે છે તેને જ્ઞાની પુરુષો વારે છે કે કોઈ પણ કારણે મુમુક્ષુજીને આર્તધ્યાન ન થવા દેવું અને તેમ થાય તો પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન, મંત્ર, વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠ કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરવો તો બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું ઉપર ચઢાય તેવું હાથ લાગી જાય તો તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છેy.”
(બો.૩ પૃ.૨૦૯) શ્રદ્ધારૂપી દોરડું પકડી રાખે તો સંસારરૂપી કુવામાંથી બહાર નીકળી શકાય
એક શેઠપુત્રનું દ્રષ્ટાંત- “એક શેઠ હતો. તેણે પોતાના દીકરાના લગ્ન બીજા ગામની શ્રીમંતની દીકરી સાથે કર્યા હતા. એકવાર તે પિયર ગઈ હતી. તેને લેવા શેઠનો દીકરો આવ્યો. સાસુ, સસરા દીકરીને સાસરે મોકલવા તૈયાર હતા પણ હવે દીકરી સાસરે જવા તૈયાર નહોતી. કેમકે અશુભ કર્મના ઉદયે પતિ પાસે ધન ખલાસ થઈ ગયું હતું, છતાં માતાપિતાના આગ્રહે તે પતિ સાથે જવા તૈયાર થઈ.