________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૭૫
જિનમંદિર તો કરાવ્યું પણ સંશય-ભાવને કારણે પૂર્ણ ફળ મળ્યું નહીં. હવે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત મળ્યા છે તો મારે હવે જીવન સાર્થક કરી લેવું.” એથી અશ્વ હેષારવ કરવા લાગ્યો. અવયવો ઉલ્લાસ પામ્યા, નેત્રો વિકસિત બન્યા, અને કણ ઉંચાનીચા થવા લાગ્યા. પોતાનો હર્ષ જણાવવા તે જમીન ખણવા લાગ્યો અને આગળના બે ચરણો ભૂમિ સુધી નમાવી વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ સમગ્ર પર્ષદા આશ્ચર્યયુક્ત બની ગઈ. તેવામાં અશ્વ તીર્થકર ભગવાનની સામે આવ્યો અને “શ્રી મુનિસુવ્રત સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નત મસ્તકે ઊભો રહ્યો.
C
All
જિતશત્રુ રાજાએ પ્રભુને આનું કારણ પૂછ્યું : પરમાત્માએ તેનો પૂર્વભવ સંભળાવ્યો અને જણાવ્યું કે “પૂર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેને પ્રતિબોધ કરવા માટે આવેલ છું. અને તેનું આયુષ્ય પણ હવે અલ્પ છે.”
આ સાંભળી જિતશત્રુ રાજાએ પણ તેને મુક્ત કર્યો. અશ્વે પણ પરમાત્મા પાસે અનશન સ્વીકાર્યું અને આત્મભાવમાં લીન થયો. પંદર દિવસ પર્યત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં દેવ થયો. દેવ થયા પછી પોતાનો પૂર્વભવ