________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૨૯ એટલે તરત જ તે ત્યાં આવ્યો. અને તેણે પધરુચિને પૂછ્યું કે-“શું તમે આ ચિત્રનો વૃત્તાંત જાણો છો?” તેણે કહ્યું કે-“આ મરણ પામતા વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કોઈ જાણીતા પુરુષે ઓળખ્યો છે.'
G
તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને બોલ્યો- હે ભદ્ર! જે આ વૃદ્ધ વૃષભ હતો તે નમસ્કાર મંત્રના પ્રભાવથી હું આ રાજપુત્ર થયો છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન સંભળાવ્યો હોત તો હું તિર્યંચ યોનિમાં અથવા કોઈ અધમ યોનિમાં ગયો હોત. માટે તમે જ મારા ગુરુ, સ્વામી અને દેવ છો; તમારી કૃપાએ મળેલું આ વિશાળ રાજ્ય તમે જ ભોગવો.” એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકવ્રતને પાળતો સંતો પધરુચિની સાથે અભેદપણે રહેવા લાગ્યો. પછી ચિરકાળપર્યત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે બન્ને ઈશાનકલ્પમાં પરમ મહર્દિક દેવતા થયા.” (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૭ પૃ.૧૪૯).
જન્મમરણ છોડવા માટે ચાર દિવસમાં ૧૪૪ માળા ગણવાની યોજના (સાંજના ઉપર ૪-૪૫ વાગે) પૂજ્યશ્રી–“દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનારા જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાનો ક્રમ રાખ્યો. તે અહીં ચાર દિવસ (માળા) ફેરવાય છે. જન્મમરણ છોડવા માટે કોઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે.