________________
૨૨૮
મંત્રનું સ્મરણ કરતાં સાંભળતા દેહ છૂટે તો સમાધિમરણ થાય
પદ્મરુચિ શેઠનું દૃષ્ટાંત– “મેરૂ શેઠનો પદ્મરુચિ નામે પરમ શ્રાવક પુત્ર હતો. એક વખતે તે પદ્મરુચિ અશ્વારૂઢ થઈ ગોકુલમાં જતો હતો. ત્યાં માર્ગમાં એક વૃષભને પડેલો મરણ પામતો તેણે જોયો. એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઊતરી તેની નજીક આવીને તેના કાનમાં પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો.
Ver.
સમાધિમરણ
フ
તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે, તેજ નગરમાં છાચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયો. તે કુમાર સ્વેચ્છાએ ફરતો ફરતો એક વખતે તે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આવ્યો. ત્યાં પૂર્વજન્મના સ્થાનના દર્શનથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મરણસ્થિતિ પર આવેલા વૃદ્ધ વૃષભનું ચિત્ર આલેખ્યું; તેમજ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરુષને અને તેની પાસે પલાણ સહિત તેના અશ્વને આલેખ્યો. પછી ચૈત્યના રક્ષકોને આજ્ઞા કરી કે–જે કોઈ પુરુષ આ ચિત્રના રહસ્યને જાણે તે પુરુષની મને તત્કાળ ખબર આપવી.’ આ પ્રમાણે કહી કુમાર વૃષભધ્વજ પોતાના મંદિરે ગયો.
પદ્મરુચિ શેઠે ચિત્ર જોઈ કહ્યું-આ તો બધું મને લાગુ પડે છે
એક વખતે પેલો પદ્મરુચિ શેઠ તે મંદિરમાં વંદન કરવાને માટે આવ્યો. ત્યાં અહંતને વંદના કરીને તેણે તે ભીંત પર કરેલું આ ચિત્ર જોયું તેથી વિસ્મય પામીને બોલ્યો કે આ ચિત્રનું વૃત્તાંત તો બધું મને જ લાગુ પડે છે.’ રક્ષકોએ જઈને તત્કાળ રાજુકમાર વૃષભધ્વજને તે ખબર આપ્યા,