________________
સમાધિમરણ
સમાધિમરણ કરવા શું કરવું તે માટે “ઉપદેશામૃત'માં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ
વરસાવેલ સચોટ ઉપદેશ કુટુંબાદિકમાંથી મોહ હઠાવી સહાત્મસ્વરૂપ મહામંત્રનું સ્મરણ કરવું
Rવલણ
વોઢિો (બરેલી
“આ બધાંને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે વખતે શું કરવું તે કહું છું, જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો, પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે.
“પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ.” સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહમૂછભાવ બાળી જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું એ સર્વ પર્યાયષ્ટિ છોડી શ્રી સદ્ગુરુએ