________________
પામે. એવું એક વાર મરણ જેનું થાય તેને મોક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવોભવ તેવો લાભ મળતો રહે એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન પ્રેમ-ભક્તિભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ,
રી મનુ
હમ કયુરજ
ઉપદેશામૃત
ભwin
રકમ
જમ
પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી. નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કર્તવ્ય છેજી. આ લક્ષે જેટલો કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તો વેઠ જેવું છે. કારણ કે આપણી સાથે કંઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કોઈ લઈ શકે એવું નથી, તો આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સદ્ઘાંચન, વિચાર અર્થે કેમ ન જીવવું ? અંતરમાં આ દાઝ જાગશે તો જીવન પલટાઈ જશે.
(મંદાક્રાંતા) મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ,
જ્યાં ત્યાં જોવું પરભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ઍવન જીંવવું લક્ષ રાખી સદા એ,
પામું સાચો જીંવનપલટો મોક્ષમાર્ગી થવાને. (પ્રજ્ઞાવબોધ-૭૪) પરસ્પર મુમુક્ષુઓનો સમાગમ કે પત્રવ્યવહાર પણ આત્માર્થે થાય તો હિતકારી છે. અહંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મોક્ષમાર્ગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપલે થાય તે હિતકર્તા છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૪)