________________
સમાધિમરણ
મારાથી અવિધિ, આકરું કહેવાયું હોય કે લખાયું હોય, એમ જ કોઈપણ વખતે તમારો અવિનય કે આશાતના કે કોઈ પ્રકારે દોષ મારા મન, વચન, કાયાથી થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું.
અનંત, અપાર મહા મોહજળને ધીરેથી તર્યા તે પુરુષરૂપ ભગવાનને નમસ્કાર હો.”
બોઘામૃત ભાગ૩'માંથી–
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ એક મુમુક્ષુને સમાધિમરણમાં બળ મળે તેના માટે લખેલો
પત્ર
પરમકૃપાળુદેવના આશ્રયે
આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ પામે દયા નહીં આ જીવ તણી મેં ખાધી, ખરા દિલથી હજીંયે; ભવ ભમવાનો ત્રાસ નહીં હર્તો લાગ્યો ખૂબ ખરો કદીયે; દુઃખ ઘણા દેખ્યા આ ભવમાં તો પણ તે પર પગ મૂકી, નિર્દય પેઠે વહ્યો ગયો, નહિ ચેત્યો ચાલ જૈની ચૂકી.
આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય તેમાં
સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે. તેની નિષ્કારણ કરુણાને નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને હૃદયમાં ઉતારનારને નિર્વાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાભ્ય જેનું છે એવા નિઃસ્પૃહી મહાત્માનું શરણ આપણને મળ્યું છે તે જો મરણ સુધી ટકાવી રાખી તેને આશ્રયે આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ