________________
શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ'
૮૫
કલ્યાણ થવું સંભવે છે અને તેનું રટણ પણ તેમાં જ રહેવું જોઈએ.”
સમભાવે વેદના ભોગવવી, જગત છે જ નહીં એમ માની પ્રભુનું ધ્યાન કરો
“માટે હવે ટુંકામાં વાળી છેવટની ભલામણ એટલી જ કરવી યોગ્ય છે કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ સ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દ્રઢત્વ કરી સગાં, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થ સંબંધ છે એવો નિશ્ચય કરી, આખું જગત સ્ત્રીરૂપે, માતારૂપે, ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર માતૃભાવ, સ્ત્રીભાવ કે ભાઈભાવ કરું એવું વિશેષ વિશેષ દૃઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી પ્રભુ સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે. મને એમ સમજાય છે. અને સર્વ જ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે. અને આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે. તો પછી આત્માને આવું જ્યારે ઉચિત લાગતું ન હોય તો ચારે ગતિમાં ફરવાનું, એનાથી નિવૃત્ત થઈ શકવાનો સંભવ થતો નથી.”
કંઈ ન બને તો નિરંતર ‘સહજાત્મસ્વરૂપ” પ્રભુનું સ્મરણ કર્યા કરો
જાઓ, પવિત્ર જ્ઞાની પુરુષોનું દર્શન થયું હોય, તેમનો બોધ થયો હોય તે જીવોએ તો આવા પ્રકારથી ન જ વર્તવું જોઈએ. અને કદાપિ વર્તવાનું સહજ પરની ઇચ્છાએ રહેતું હોય તો નિરાશભાવે તે સર્વેના મનનું એક જ વખતે સમાધાન કરી, હવે થોડા વખતને માટે આત્મસાધન કરવું યોગ્ય છે, આત્મહિત કરવું યોગ્ય છે. જો જીવથી બીજી રીતે પુરુષાર્થ નહીં થઈ શક્તો હોય તો એ જીવે ફક્ત એક જ ચિત્તથી સમયે સમયે, પ્રસંગે પ્રસંગે ફરી ફરીને અને વખતે વખતે એક પવિત્ર “શ્રી સહજાત્મસ્વરૂપ” પ્રભુનું ધ્યાન કરવું અવશ્વનું છે કે જેથી સર્વ સાધન સુલભ થઈ અપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થાય છે અને સર્વ દુઃખનો અર્થાત્ અનંત સંસારના પર્યટનનું નિવર્તન સહેજે થઈ શકે છે. એવો એ સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાધવાનું વારંવાર, સમયે સમયે તમોને જણાવવાની ભલામણ કરીને આ પત્ર અત્યારે પૂરો કરું છું.”
મારો કોઈ અપરાઘ થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું “પ્યારાભાઈ, આપનો કોઈપણ પ્રકારે