________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૮૧ મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે ? અને હું ક્યારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છેજી. સાચા દિલથી કરેલી ભાવનાઓ સફળ થાય છેજી. અત્યારે જે ભોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” (બો.૩ પૃ.૨૩૨)
આશ્રમમાં દેહ છૂટે એવી જ ભાવના રાખવા યોગ્ય “સ્વ. પૂ. માણેકજી શેઠ (કચ્છના ઉમદા સત્સંગપ્રેમી બાહોશ ગૃહસ્થ હતા) ઇંદોર માંદા થયા, તેમણે એક મુમુક્ષુ તેમને મળવા આવ્યો તેને પોતાની આખર સ્થિતિ જાણી રોકી લીધો અને ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને તાર કર્યો કે મારા છેલ્લા નમસ્કાર સ્વીકારવા કૃપા કરશોજી. ૫.ઉ.પ. પૂ.પ્રભુશ્રીજીએ બધા ટ્રસ્ટીઓ જે હાજર હતા તેમને બોલાવી સલાહ લીધી કે શું કરવું ? મને મોકલવાનું નક્કી થયું. પછી તેઓશ્રીએ મને પૂછ્યું કે આઠમનો ઉપવાસ છે ને રસ્તામાં પારણા વગેરેની અડચણ પડશે. મેં કહ્યું કે મને હરક્ત કંઈ નથી. વળી કહ્યું કે ન જવાય તો ચાલશે. પણ મને તો તેવી ભાવના હતી કે ગમે તે ભોગે પણ આજ્ઞા ઉઠાવવી, એટલે પોતે રજા આપી. અડધે રસ્તે ગોધરા જતાં તેમનાં બહેન મુંબઈથી આવતાં હતાં તેમના ઉપર તાર આવ્યો કે તેમનો દેહ છૂટી ગયો છે.” (બો.૩ પૃ.૨૬૯),
આશ્રમમાં જેને દે છૂટશે તેનું સમાધિમરણ થશે
“પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપના લક્ષમાં રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય. પણ પુરુષાર્થ ધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતિ છેજ.”
-બો.૩ (પૃ.૨૭૦) સત્સાઘનના અભ્યાસ વિના
મરણ પ્રસંગે ટકી શકાય નહીં “અનંતકાળથી ઇંદ્રિયોનાં સુખની ઝૂરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં. હવે સત્પષના યોગે તો કંઈક આંટા ઊકલે એવો માર્ગ લેવો છે, એવો નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છે'. મનને અઘરું પડે તોપણ આંખો મીંચીને પણ સત્પરુષે જણાવેલા સત્સાધનમાં વિશેષ કાળજી રાખી કંઈક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઈથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એવો ઉપાય કરી મૂક્યા વિના ભારે વેદની કે મરણ પ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુ જીવે સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર મન ક્યાં કરે છે તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
(બો.૩ પૃ.૨૭૧)