________________
૧૮૦
સમાધિમરણ
દેવે કહ્યું કે “અરે! કેમ બરાડા પાડે છે? પૂર્વ જન્મમાં કરેલા કર્મનું આ ફળ છે. પૂર્વભવમાં “હે પિતા! હું આમ કરવા શક્તિમાન નથી, તેમ કરવા શક્તિમાન નથી” વગેરે પૂર્વજન્મમાં કહેલાં વચનો વારંવાર તેને સંભળાવવા લાગ્યો. તેથી પાડાને જાતિસ્મરણજ્ઞાન થયું અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પૂર્વભવે ચારિત્ર ન પાળી શક્યો તેથી મારે અહીં પાડા થવું પડ્યું છે. પછી દેવતાએ કહ્યું–શુભ ગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર. તે સાંભળીને પાડાએ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો. માટે આપણે પણ સમાધિમરણ કરવું હોય તો બધા પ્રકારની સાંસારિક ઇચ્છાઓ છોડવી પડશે તો જ સમાધિમરણ થશે. નહીં તો મનુષ્ય મરીને પશુયોનિ કે નરકગતિમાં જાય; તેને કોણ બચાવે.” -ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ના આધારે
સાચા હૃદયથી છૂટવાની ભાવના કરે તો જન્મમરણથી જરૂર છૂટાય “સગત....... જે કામો કરતા અને પોતાનું માની જે ભાર બોજો વહેતા તે જોવા પણ હવે આવનાર છે ? એમ કેટલાય ઠેકાણે આ જીવ જભ્યો, મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છુટાય તેવું કાંઈ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તેવો યોગ આવી મળ્યો છે તો બીજી બાબતોમાંથી મન ઉઠાવી લઈ આ આત્માની પરભવમાં શી વલે થશે ? આત્મા માટે