________________
૧૪
સમાધિમરણ
“આર્તધ્યાન તજી શાંતિપૂર્વક દેહ તજે જે સદ્ધર્મી, પશુ, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સત્કર્મી. તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી, કરવા યોગ્ય સમાધિ-મૃત્યુ; તે થયું તો થઈ વાત ઘણી.” ૨૫ અર્થ :– આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ધર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત્ ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા
યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. ।।૨૫। (પ્ર.વિ. ભાગ-૨ પૃ.૧૮)
શ્રી ફુલચંદભાઈનું દૃષ્ટાંતશ્રી ફુલચંદભાઈનો દેહાંત પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની દેહોત્સર્ગની તિથિએ જ થયો હતો. અંત સમયમાં તેઓ બિમાર હતા. ત્યારે તેમને એક ભાઈ મળવા આવ્યા. તેમણે એમના તબિયતના સમાચાર પૂછ્યા. ત્યારે ફુલચંદભાઈએ જવાબમાં કહ્યું કે ભાઈ! આ મરણ તો એક કસોટી છે; અર્થાત્ જીવનભરની આરાધનાનો સરવાળો છે. આ મરણ કસોટીમાં જો પાસ થઈ જઈએ તો બસ, બધું થઈ ગયું. તેમના ભાવ પ્રમાણે જ તેઓ કસોટીમાં પાસ થયા હતા.
E