________________
સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ
પણ ચિત્તમાં શાંતિ રહે છે. તેથી તેમને મન મૃત્યુ મહોત્સવ છે. આ મૃત્યુ મહોત્સવ તેમને ઉચ્ચ પદવી આપનાર છે.
૧૩
g
“હું ચેતન અવિનાશી જુદો, દેહ વિનાશી વિષે વસતો, વગર કહ્યે વહેલે-મોડે જડ કાય-યોગ દીસે ખસતો; કરોડ ઉપાય કર્યો નહિ ટકશે, કાયા અમર ન કોઈ તણી, અનંત દેહ આવા તો મૂક્યા; હું રત્નત્રયનો જ ધણી.” ૬
:
અર્થ તેઓ વિચારે છે કે હું ચૈતન્ય આત્મા અવિનાશી હોવા છતાં કર્માધીન આ વિનાશી એવા શરીરમાં વાસ કરીને રહેલો છું. વગર કહ્યે વહેલે કે મોડે બધાનો જડ એવો આ કાયાનો સંયોગ નાશ પામતો દેખાય છે. કરોડો ઉપાય કરવા છતાં પણ આ દેહનો સંયોગ ટકી રહે એમ નથી. કારણકે કોઈની કાયા આ જગતમાં અમર નથી. આવા અનંત દેહ ધારણ કરીને છોડ્યા છે. જ્યારે હું તો સદા તેનો તે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનો જ ધણી આત્મા છું. દેખવું, જાણવું, સ્થિર થવું એ મારો સ્વભાવ છે. તે કોઈ કાળે નાશ પામે એમ નથી. ।।૬।। “રત્નત્રયીરૂપ ધર્મ જ દુર્લભ, દેહ જતાં પણ તે ન તજું, સંસાર-પરિભ્રમથી બચવું છે, બચાવનાર સુધર્મ ભજું; દેહ ઉપરની મમતા તō, પંડિતમરણ પુરુષાર્થ કરું, સફળ સમાધિ-મરણ સાધવા મહત્ માર્ગને અનુસરું.” ૭
અર્થ :– સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રમય એ મારો ધર્મ એટલે સ્વભાવ છે. તેને દેહ છૂટી
-
જતાં પણ તજું નહીં. કેમકે મારે ચતુર્ગતિરૂપ સંસાર પરિભ્રમણથી હવે બચવું છે. માટે પરિભ્રમણથી બચાવનાર સર્વજ્ઞના ધર્મને જ સુશરણરૂપ માની નિરંતર ભજું.
‘છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ’ એમ જાણી દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરું. તથા બાહ્ય તેમજ અંતરંગ પરિગ્રહનો ત્યાગ કરી પંડિત મરણ સાધવાનો પુરુષાર્થ કરું.
ગોમ્મટસારમાં પાંચ પ્રકારના મરણ કહ્યા છે. મિથ્યાવૃષ્ટિનું મરણ તે બાળબાળમરણ, અવિરત સમ્યદૃષ્ટિનું મરણ તે બાળમરણ, દેશવિરતિ શ્રાવકનું મરણ તે બાળપંડિતમરણ, સર્વ વિરતિ મુનિનું મરણ તે પંડિત મરણ અને કેવળી ભગવાનના દેહત્યાગની સ્થિતિને પંડિતપંડિત મરણ જણાવેલ છે. એમાં ઉત્તમ પ્રકારના સમાધિમરણને સાધવા મોટા પુરુષો જે માર્ગે ગયા તે માર્ગને હું પણ અનુસરું. ।।૭।। -પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૨ (પૃ.૧૨,૨૩)
મનુષ્યજીવનના અંત સમયે સમાધિમરણ કરવાથી જ આત્માની ઉન્નતિ સાધી શકાય છે. માટે પરમપૂજ્ય પ્રભુશ્રીજીએ આ દિવાળી પર્વમાં સમાધિમરણ આરાધનાની આ ઉત્તમ યોજના કરી છે. અનાદિકાળથી આપણો આત્મા અસમાધિમરણ એટલે આર્તધ્યાનયુક્ત મરણ કરતો આવ્યો છે. માટે ‘પ્રજ્ઞાવબોધ'માં સમાધિમરણના બાવનમાં પાઠની પચ્ચીસમી ગાથામાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે :