________________
૧૬૮
સમાધિમરણ
એવા જીવે વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે.” (બો.૩ પૃ.૧૨૨) મરણરૂપી અજગરના મોઢામાં બાળક, યુવાન, વૃદ્ધ બધા છે, મો બીડે તેટલી વાર
સદ્ગત પૂ. મનસુખભાઈ દેવશીભાઈના દેહોત્સર્ગના સમાચાર જાણી આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો છે એવી ચેતવણીની વિચારણા જાગી હતી. માથે મરણ છે, લીધો છે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ ઓરાયેલા છે, માત્ર મોં બીડે તેટલી વાર છે તો આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે, એમ પ.ઉ.પ.પૂ. સદ્ગત સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર