________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૧૧૯
આત્માના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ષ્યારિત્ર આદિ ગુણો તો અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. તે કોઈ સંતના યોગે સાંભળી, વિચારી સમ્યક્ પ્રકારે માનવાથી પરિણામ બદલાય છે અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આતમભાવનાથી આતમગતિ થાય છે.” (ઉ.પૃ.૧૨૨)
આત્માની વાત સાંભળતા પણ ઘણા ભવ ઓછા થાય. “જન્મ-જરા-મરણનાં દુઃખ મોટાં છે. રાજા કે રંક સર્વને માથે મરણ છે. તે ટાળવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગના ઘણા ભેદ છે. પણ જ્યાં આત્માની જ વાત થતી હોય, કોઈ ભેદી પુરુષ હોય અને તે આત્મા વિષે જણાવે છે ત્યાં સાંભળતાં પણ ઘણા ભવ ઓછા થઈ જાય છે. આ બીજાને ન જણાય, પણ જ્ઞાની જાણી રહ્યા છે.
આત્માનું બળ વધારે કે કર્મનું બળ વધારે હશે ?”
બળ તો આત્માનું વધારે છે. પણ તે સૂર્યની આડે વાદળો આવ્યાં હોય તેથી સૂર્યમાં ઘણી ગરમી હોવા છતાં તે દેખાતો નથી, ઢંકાઈ રહે છે અને ટાઢ વાય છે, પણ તે વાદળાં દૂર થઈ શકે છે; તેમ અત્યારે જીવ કર્મથી ઘેરાયો છે અને બધી શક્તિ આવરણ પામેલી લાગે છે પણ તેનો મોક્ષ થઈ શકે છે.” (ઉ.પૃ.૧૩૫)
સર્વ શાસના સારરૂપ આત્મસિદ્ધિ' તે જન્મ-મરણના ફેરા ટાળે “બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે,
ના રન , ઉં. આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે – એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે.
મોટાં મહાભારત, પુરાણ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ “આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે; મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર in he, fit -ની, ના કિના નિધન. ૬ નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે તૈયું કંઇ ક કિ, મન ન લેકે શકન, વચનો છે. કોઈ સમજે, ન સમજે, તો પણ
ન જ
?
•
A
અને
જે ૧,
૧