________________
૧૨૦
સમાધિમરણ
કાનમાં તે વચનો પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિષે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે; શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમાં ગુરુગમની જરૂર છે. તે આવે તો જેમ તિજોરીનાં તાળાં ઊઘડે અને જે જોઈએ તે કાઢી લેવાય તેમ ગુરુગમથી આત્માને ઓળખાણ થાય છે. ગુરુગમ ન હોય તો વસ્તુ પ્રાપ્ત થતી નથી. તિજોરી ઉપર હાથ ફેરવે પણ અંદરની વસ્તુ ન મળે તેમ ગુરુગમરૂપી કૂંચી વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (ઉ.પૃ.૧૩૫)
સાચા દિલથી પરમકૃપાળુદેવની સાચી શ્રદ્ધા થઈ તેનું કામ અવશ્ય થશે
દંતાલીવાળા ત્રિકમભાઈનું શરીર ક્ષયને લીધે સુકાઈ ગયું છે. તે હાલ આશ્રમમાં રહે છે. પરમ કૃપાળુદેવ ઉપરની શ્રદ્ધા દ્રઢ થાય અને શરીર ઉપરની મમતા ઓછી થાય તેવો બોધ, પત્ર આદિ બોલાવીને, તેમને સંભળાવવાનું નિમિત્ત રાખ્યું છે. એ રોગમાં શરીર ક્ષીણ થઈ જવા છતાં ભાન, સુરતા સારી રહે છે. વૃદ્ધાવસ્થા હોય, મંદવાડ હોય, તોપણ મનુષ્યદેહ છે ત્યાં સુધી સત્સંગ આદિ આત્મહિતનું કારણ બની શકે છે. રોગના વખતે સમકિતી જીવને વિશેષ નિર્જરા થાય છે. દુઃખના વખતમાં સામાન્ય રીતે ભગવાને વધારે સાંભરે અને સુખના વખતે સંસાર સાંભરે છે. માટે જ્ઞાની પુરુષો તો વેદના વખતે રાજી થાય છે કે આ કર્મનો બોજો હલકો થાય છે. એટલા સુધી કે મૃત્યુવેળાને મહોત્સવ ગણે છે. જે કોઈ જીવની સાચા દિલથી પરમ કૃપાળુદેવ ઉપર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. ખામી માત્ર બોધની અને જીવની યોગ્યતાની છે. તે ખામી પૂરી કરવા સપુરુષાર્થ કર્તવ્ય છેજી.” (ઉ.પૃ.૧૦૪) જ્ઞાનદર્શનચારિત્રમય આત્મા જે સદ્ગુરુએ જાયો તે મારો, બાકી મારું કાંઈ નથી
- “નિર્ભય રહો; મૃત્યુ છે નહીં. કોઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ, હર્ષ-શોક નહીં લાવતાં, કોઈ જાતનો વિકલ્પસંકલ્પ નહીં લાવતાં, અંતઃકરણ-મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું, તે જવાનું છે ત્યાં શોક નહીં કરવો. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જુદો છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે, તે જવાને આવી છે.
આત્મા છે તે સદ્ગુરુએ યથાતથ્ય જાણ્યો છે. જેવો તેમણે જાણ્યો છે તેવો મારે માન્ય છે; ભવોભવ તેની શ્રદ્ધા હો ! મેં તો અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા, પ્રતીતિ,
રુચિ સહિત કોઈ સંતસમાગમને જોગે જાણ્યો તે માટે માન્ય છેજી. હવે મારે કોઈ ડર રાખવાનો નથી. ઉદયકમેં મનાય છે, ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વ સદ્ગુરુને અર્પણ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર, તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવો છે તેમ, જામ્યો છે તે મારો; બાકી મારું છે જ નહીં.” (ઉ.પૃ.૬૫)