________________
૯૪
સમાધિમરણ
કાઢી નાખ્યું. અલૌકિક દ્રષ્ટિએ ના જોયું. મરણની વેદની છે ત્યાં બોધ સાંભરી આવે તો કામ થઈ જાય. આવું દુઃખ ભલેને રહ્યું. પણ મારું તો આવું–શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, એવું–આત્મસ્વરૂપ છે. વેદની, રોગ, મરણ કોઈ મારાં નથી. એને જોનાર-જાણનાર જુદો પડ્યોભેદવિજ્ઞાનથી. ‘કર વિચાર તો પામ.” (ઉ.પૃ.૩૬૩)
વેદની વખતે જ્ઞાની જ્ઞાતાદૃષ્ટા સાક્ષીભાવે રહે! “રોગ તો જ્ઞાની અજ્ઞાની બન્નેને ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ જ્ઞાની કહે છે : “આથી બમણી
છે
વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને ? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ધીરજ, સમતા એ સુંદર આત્માના ઘરમાં હું રમણ કરીશ. પછી વેદની મને શું કરવાની છે ?” જ્ઞાની ભેદવિજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી. પરંતુ જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે.” (ઉ.પૃ.૩૬૪)
જ્ઞાની સ્વઆત્મસ્વરૂપમાં ઉપયોગ રાખવા પ્રયત્નશીલ રહે. “મરણ વખતે કંઈ ભાન નથી રહેતું, આમ બોલાવે કે ભા...ઈ તોય આંખ ઊંચી ન કરે, તે શું હશે ? કંઈ યાદ નહીં રહેતું હોય તેનું શું કારણ ? ચેતન કંઈ જડ તો ઓછો થઈ જાય છે ? પણ તે વખતે કશુંય જાણે ખબર નહીં ! શું વેદનામાં ઘેરાઈ જતો હશે ? આવરણ આવતું હશે ? સમકિતીને કેમ થતું હશે ?
મુનિ મોહનલાલજી – સમકિતીને તો ખબર રહે, પરિણામ સત્પરુષે જણાવેલા લક્ષને