________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા–ખાય છે છતાં નથી ખાતા, બોલે છે છતાં નથી બોલતા, ભોગ ભોગવે છે છતાં નથી ભોગવતા આ આશ્ચર્ય તો જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને ? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી ! એ સમજણમાં ફેર પડી ગયો ને !
આ તો “સુખ આવ્યું, દુઃખ આવી પડ્યું; પૂજા થઈ, સત્કાર થયો; વ્યાધિ આવી, મરણ આવ્યું” એમ માની બેઠો ત્યાં કર્તાભોક્તા થયો. કેવો છે પોતે ? સિદ્ધ સમાન–નહીં નાનો, નહીં મોટો. દ્રષ્ટિ મેલીશ ? માત્ર દૃષ્ટિની ભૂલ છે. આ ભૂલ નથી નીકળી. બાળકની પેઠે બહાર જુએ છે; આ નથી જોતો. પર્યાય દેખીને તેને આત્મા માન્યો. “ઘરડો છું, દુખિયો છું—એ બધું ખોટું માન્યું છે. તે મોક્ષસ્વરૂપ છો.
“એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” તું આવો નથી. બાધાપીડારહિત, અનંત જ્ઞાનદર્શનવાળો તું છું. વિશ્વાસ આવશે ? ખોટું એને સાચું માનવું એ કેવી મોટી ભૂલ ! મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતો ! નથી સ્ત્રી, નથી પુરુષ એવો તું આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યો તો આનંદ આનંદ થઈ જાય.
“શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સ! ખ ધ ા મ ; બીજું કહિયે કેટલું ?
કર વિચાર તો પામ.” આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીધો છે. મરણકાળે આ ત્રણ ગાથાઓમાં ઉપયોગ જોડાયો તો કામ થઈ જાય. એનો ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તો પામે, સમાધિમરણ આવે.
એક દિવસ દેહ તો પડશે, મરણ તો આવશે ત્યારે જોઈ લો ! જિલ્લા સુકાઈ જશે, કાને સંભળાશે નહીં, આંખની સત્તા જતી રહેશે. અધૂરાં મૂકીને આવ્યો છે, અધૂરાં મૂકીને જવાનો, બધા ગયા મૂકી મૂકીને. કાળ કોઈને છોડે છે ?
મહેમાનો, અવસર આવ્યો છે. આ ચમત્કારિક ગાથા આત્માને સમજવા માટે છે. લોકદ્રષ્ટિમાં