________________
૯૨
સમાધિમરણ
નિશ્ચય હતો કે આત્મા કદી પણ મરતો નથી. જેને એવી શ્રદ્ધા હોય તેને કોઈ ભય નથી. (બો.૧ પૃ.૧૧૯)
ભાન રહે ત્યાં સુધી સહજાન્મસ્વરૂપનું સ્મરણ તે સમકિતનું કારણ “બોધ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણ માથે છે. સદ્ગુરુ એ પોતાનો આત્મા છે અને દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદ્ગુરુએ આત્મા યથાર્થ જામ્યો છે તેવો
આત્મા તે મારો છે; તેથી અન્ય કંઈ પણ મારું નથી. ‘સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભારવો. ભાન ગયા પછી ફિકર નહીં. પણ ભાન રહે ત્યાં સુધી સદ્ગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું. સમતિ થવાનું એ કારણ છે.” (ઉ.પૃ.૩૯૧)
મંત્રમાં અચિંત્ય શક્તિ છે રાજેશ્વરી તે નરકેશ્વરી” એમ કહેવાય છે. પણ રાજાના જીવનમાં ધર્મનું સ્થાન હોય તો તે દુર્ગતિમાં જાય નહીં. તેનું દ્રષ્ટાંત
નીચે પ્રમાણે – નંદન રાજકુમારનું દૃષ્ટાંત– અયોધ્યા નગરીમાં સોમવર્મ રાજાનો પુત્ર નંદન રાજકુમાર હતો. એક દિવસ દયાળુ એવા રાજકુમારને એક મંત્રવાદીએ પોતાની સાધના માટે ઉત્તરસાધક થવા વિનંતિ કરી. રાજકુમારની અનુમતિ મળતા મંત્રવાદીએ સાધના માટે સર્વ સામગ્રી ભેગી કરી સ્મશાન ભૂમિમાં સાધના કરવા બેઠો. તેની પાસે જ રાજકુમાર પણ નિર્ભયતાથી નવકાર મંત્રનું સ્મરણ કરતો ઊભો રહ્યો. થોડી વારમાં ત્યાં અગ્નિ જ્વાલા ફેંકતો એક રાક્ષસ, સાધકને મારવા માટે ચીસો પાડતો આવી પહોંચ્યો. રાજકુમારે મહામંત્રની અમોઘ શક્તિ દ્વારા તેનો પ્રતિકાર કર્યો. તેના ફળસ્વરૂપે રાક્ષસ પ્રસન્ન થયો અને સાધકના કાર્ય પૂર્ણ થયા.
એક દિવસ રાજકુમાર નંદન પોતાની રાણી સાથે અવધિજ્ઞાની ચંદનમુનિને વંદન કરવા ગયો. ત્યારે કુમારે પોતાના પૂર્વભવ વિષે પૂછ્યું : ત્યારે મુનિએ કહ્યું : હે રાજન, પૂર્વભવમાં તમે બન્ને આ જ વનમાં શુક (પોપટ) યુગલ હતા. તે સમયે મેં જ તમને નવકારમંત્ર સંભળાવ્યો હતો. તે કારણથી તમે બન્ને અહીં રાજા-રાણી થયા છો. આ બધો પ્રતાપ મંત્રસ્મરણનો છે.”
(સચિત્ર નવકારમાંથી) આત્મા તો “શુદ્ધબુદ્ધચેતન્યઘન, સ્વયં જ્યોતિ, સુખધામ' છે “આત્મસિદ્ધિ’માં બહુ વાત કરી છે.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.”