________________
‘ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
૯૧
નથી. કર્મ તો બાંધેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે; તે નિત્ય છે, નિત્ય છે, એ આદિ છયે પદનો નિશ્ચય કર્યો છે.
(ઉ.પૃ.૩૯૧) આત્મા ખોળિયું બદલે પણ મરતો નથી શ્રી ઘીરજલાલનું વ્રત– આત્મા નિત્ય છે એવી શ્રદ્ધાની જરૂર છે. એક પરીખ હતા. તેમના સસરાનું નામ ધીરજલાલ હતું. તેમને પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરવાના ભાવ હતા પણ પાછળથી પ્રભુશ્રીજીનો દેહ છૂટી જવાથી તેમને દર્શનનો લાભ ન મળ્યો તેમણે “આત્મસિદ્ધિ’ ‘છ પદનો પત્ર મોઢે કર્યા હતા.
એક દિવસે તેમને ભારે વેદના થઈ, એટલે તેમના છોકરાને કહ્યું કે હવે તું સંભાળ. મારું
મરણ નજીક માં છે. માટે મને કંઈ પૂછીશ નહીં.
તેમનો મિત્ર એક વૈદ્ય હતો. તે રોજ તેમને તપા-સવા આવતો. તે દિવસે પણ આવ્યો, અને નાડી જોઈ ત્યારે વૈદ્ય જાણ્યું કે હવે મારો મિત્ર રહેશે નહીં. તેથી તેનું મોટું ઊતરી ગયું. તે જોઈ ધીરજલાલ બોલ્યા- તું ઉદાસ કેમ થાય છે? હું દેહ છોડીશ પણ મરી જવાનો નથી. તેમને એવો