________________
લેખસંગ્રહ', “મૂલાચાર'માંથી
૩૪૧
આવે તો સર્વાગે સુખનો અનુભવ થાય છે. શરીરપ્રમાણ રહેવા છતાં નીચે લખેલાં સાત પ્રકારના કારણથી આત્મા ફેલાઈને શરીરથી બહાર જાય છે અને પાછો શરીર પ્રમાણ થઈ જાય છે. આ અવસ્થાને સમુઘાત કહે છે.
સાત પ્રકારના સમુદ્યાત ૧. વેદના :-શરીરમાં દુઃખના નિમિત્તથી આત્મપ્રદેશ કાંઈક બહાર નીકળે છે. ૨. કષાય ક્રોધાદિ કષાયના નિમિત્તથી પ્રદેશ બહાર નીકળે છે. ૩. મારણાંતિક ઃ-મરણની થોડીવાર પહેલાં કોઈક જીવના પ્રદેશ ફેલાઈને જ્યાં જન્મ લેવાનો
છે ત્યાં સુધી પહોંચે છે, સ્પર્શ કરીને પાછા આવે છે, પછી મરણ થાય છે. ૪. ફિયિક :-વૈક્રિયિક શરીરધારી પોતાના શરીરથી ભિન્ન બીજાં શરીર બનાવે છે, તેમાં
આત્માને ફેલાવીને તેનાથી કામ લે છે. પ. તેજસ :-(૧) શુભ તેજસ–કોઈક તપસ્વી મુનિને ક્યાંક દુર્ભિક્ષ કે રોગનો સંચાર દેખીને
દયા આવી જાય ત્યારે તેના જમણા અંધમાંથી તૈજસ શરીરની સાથે આત્મા ફેલાઈને નીકળે છે. તેનાથી કષ્ટ દૂર થઈ જાય છે. (૨) અશુભ તૈજસ-કોઈ તપસ્વીને ઉપસર્ગ પડવાથી ક્રોધ આવી જાય, ત્યારે તેના ડાબા
સ્કંધમાંથી અશુભ તૈજસ શરીરની સાથે આત્મા ફેલાય છે અને તે શરીર કોપના પાત્રને (જેના પ્રત્યે મુનિને ક્રોધ ઊપજ્યો હોય તેને) ભસ્મ કરી દે છે તથા તપસ્વી પણ ભસ્મ થઈ
જાય છે. ૬. આહારક -કોઈ ઋદ્ધિધારી મુનિના મસ્તકથી આહારક શરીર બહુ સુંદર પુરુષાકારે નીકળે
છે, તેની સાથે આત્મા ફેલાને જ્યાં કેવલી કે શ્રુતકેવળી હોય છે ત્યાં સુધી જાય છે. દર્શન
કરીને પાછું આવે છે, તેથી મુનિના સંશય મટી જાય છે. ૭. કેવળ :-કોઈ અરિહંત, કેવળીનું આયુષ્ય અલ્પ હોય છે, અને બીજા કર્મોની સ્થિતિ અધિક
હોય છે, ત્યારે આયુની બરાબર બધાં કર્મોની સ્થિતિ કરવા માટે આત્માના પ્રદેશો લોકવ્યાપી થઈ જાય છે.” (સહજ સુખ સાધન પૃ.૩૫૧)
લેખ સંગ્રહ' માંથી – ૧. “ધર્મના પ્રભાવે જે સુખસંપત્તિ પામ્યા છતાં જે કોઈ ધર્મની જ અવગણના કરે તે સ્વઉપકારી ધર્મનો દ્રોહ કરનાર પોતાનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે? તેનું અંત સમયે સમાધિમરણ કેવી રીતે થશે?
૨. કોઈ રીતે પૂર્વ પુણ્યયોગે આવી સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદથી ધર્મનું સેવન કરતો નથી તેને પાછળથી અવસાન વખતે બહુ બહુ ઝૂરવું પડે છે, અર્થાત્ અત્યંત દુઃખી થવું પડે છે.
૩. કાદવમાં ખૂંચેલો હાથી, ગલગ્રહિત મચ્છ, જાળમાં ફસાયેલું મૃગ અને પાશમાં પડેલું પંખી