________________
૩૪૦
સમાધિમરણ
भावयंस्तल्लयापास्तचिन्तो मृत्वैहि निर्वृतिम् ॥१२॥ હે આરાધનામાં તત્પર આર્ય! ‘ો ને સાસરો વા' ઇત્યાદિ શ્રુતજ્ઞાનવડે રાગદ્વેષનોહરહિત પોતાના શુદ્ધ આત્માનું ગ્રહણ કરીને સ્વસંવેદનવડે ભાવના કરતો તેમાં ચિત્તની લીનતા કરવાથી વિક્મરહિત થયેલો તું મરણ કરીને મુક્તિ પ્રત્યે જા. અર્થાત્ ઉપર મુજબ શુદ્ધાત્મામાં સ્થિર થઈને સમાધિમરણ કરનાર ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પામે.” (પૃ.૫૯૯)
“दुःखं संकल्पयन्ते स्वे समारोप्य वपुर्जडाः ।
स्वतो वपुः पृथक्ककृत्य भेदज्ञाः सुखमासते ॥९७॥ જડ જેવા બહિરાત્મા જીવો શરીરને આત્મામાં એકપણે આરોપણ કરીને “હું દુઃખી છું” એમ માને છે અને આત્મા અને શરીરના ભેદને જાણનારા જ્ઞાનીઓ તો શરીરને આત્માથી ભિન્નપણે અવલોકીને પોતાના આત્માના દર્શનથી ઉદ્ભવતા સુખપૂર્વક રહે છે.
परायत्तेन दुःखानि बाढं सोढानि संसृतौ ।
त्वयाऽद्य स्ववशः किति सहेच्छन्निर्जरां पराम् ॥९८|| હે સાધક! અનાદિસંસારમાં પરાધીનપણે તેં બહુ દુઃખ સહ્યાં છે. હવે અત્યારે આ સમાધિમરણના અવસરે ઉત્કૃષ્ટ સંવરયુક્ત નિર્જરાને ઇચ્છતો એવો તું સ્વાધીનપણે કંઈક દુઃખ સહન કર.” (પૃ.૬૦૧)
સહજસુખસાદન' માંથી –
મનુષ્ય મરે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય. “એક મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તરત જ બીજા ઉત્પત્તિ સ્થાન ઉપર પહોંચી જાય છે. વચમાં જતી વખતે એક સમય, બે સમય, કે ત્રણ સમય લાગે છે ત્યાં સુધી પૂર્વ શરીરની માફક આત્માનો આકાર બની રહે છે. જ્યારે ઉત્પત્તિ સ્થાન પર પહોંચે છે ત્યારે ત્યાં જેવા પુદ્ગલને ગ્રહણ કરે છે તેના સમાન આકાર નાનો કે મોટો થઈ જાય છે. પછી જેમ જેમ શરીર વધે છે તેમ તેમ આકાર ફેલાતો જાય છે. શરીરમાં જ આત્મા ફેલાયો છે બહાર નહીં, એ વાતનો અનુભવ વિચારવાનને થઈ શકે છે. આપણને દુઃખ કે સુખનો અનુભવ શરીરમાં જ થાય છે, શરીરથી બહાર નહીં. જો કોઈ માનવના આખા શરીરમાં આગ લાગે અને શરીરની બહાર પણ આગ હોય તો તે માનવને આખા શરીરમાંની આગની વેદનાનું દુઃખ થશે, શરીરની બહારની આગની વેદના થશે નહીં.
જો આત્મા શરીરના કોઈ સ્થાનમાં હોય, સર્વ સ્થાનમાં વ્યાપક ન હોય તો જે સ્થાનમાં જીવ હોય ત્યાં જ સુખદુઃખનો અનુભવ થાય, સર્વાગે ન થાય; પરંતુ થાય છે સર્વાગે, તેથી જીવ શરીરપ્રમાણ આકારધારી છે. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા મનોજ્ઞ પદાર્થનો રાગસહિત ભોગ કરવામાં