________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૧'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૨૩
સહજત્મસ્વરૂપ એ જ સગુરુનું ખરું સ્વરૂપ, એને જ ઇચ્છવું (સાંજના પૂજ્યશ્રી બ્રહ્મચારીજી એક ભાઈને ત્યાં તેમના બા માંદા હતા; તેથી ગયા હતા. ત્યાં થયેલો બોધસાર–)
પૂજ્યશ્રી–“સ્મરણ કરવું. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમ બોલ્યા કરવું. પહેલાં જે કામ નથી થયું તે કરવાનો વખત આવ્યો છે. પ્રભુશ્રીજીએ છેલ્લે એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું. ઘણા ભવોમાં સમાધિમરણ થયું નથી, તે આ ભવમાં થાય એવું છે. પ્રભુશ્રીજીએ કહ્યું હતું, આ આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થાય એવું છે.” (બો.૧ પૃ.૩૧૧)
કૃપાળુદેવના દર્શન કરતાં કરતાં આંખો સ્થિર થઈ ગઈ શ્રી કુંવરબેનનું હૃષ્ટાંત– કુંવરબેનને પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કહ્યું કે કુંવરબેન પાણી પીને આશ્રમમાં પડ્યા રહેજો પણ આશ્રમ છોડશો નહીં. પૂ.શ્રી બ્રહ્મચારીજી ઉપર વૃઢ વિશ્વાસ હોવાથી એમણે છેવટ સુધી આશ્રમ છોડ્યો નહીં. અંતે એકાદ મહિનો બીમાર રહ્યાં હશે. પણ જાગૃતિ ઠેઠ સુધી એવી ને એવી હતી. એમની પાસે એક બેને સાંજે પાંચ સાડા પાંચે જઈ જોયું તો એમની છેલ્લી સ્થિતિ જેવું લાગ્યું. પોતે તે બેનને હાથના ઈશારાથી જણાવ્યું કે મને ચિત્રપટનાં દર્શન કરાવ. પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાંથી તેણે દર્શન કરાવ્યાં. પછી હું સગુરુપ્રસાદ લઈને ગયો અને કૃપાળુદેવની બધી અવસ્થાના દર્શન કરાવ્યા.
TITLTLT