________________
સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૧૭ અર્થ :- સમજુ પુરુષો વેદના વધે તેને ઉપકારક માનીને શોક કરતા નથી. વ્યાધિ વેદનાના કારણે દેહ ઉપરથી મોહ છૂટે તો ઘણી નિર્જરા થાય એમ મહાપુરુષોએ કહ્યું છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ તે સમયે અણગમતા લાગે છે અને સહજે બીજા પદાર્થો ઉપર ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રહે છે. એવા સમયે પર દ્રવ્યોની મમતા મૂર્છા મટી જઈ મૃત્યુનો ભય પણ જીવને રહેતો નથી. કારણકે જીવીત રહે તો પણ વેદનાના દુઃખ જીવે ભોગવવા પડે છે. ૧૧ાા.
કાયર થઈ હિમ્મત ના હારો, ડર્યો ન કર્મ-ઉદય ટળશે; અવસર આ ધીરજ ધરવાનો શૂરવીર થાતાં જય મ ળ શ . . રુદન કરી તરફડશો તોપણ ક્રૂર કર્મ નહિ દયા ધરે,
આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે કર્મ કમાણી કોણ કરે? ૧૨ અર્થ :- હવે કાયર થઈ હિમ્મતને હારો નહીં. કેમકે ડરવાથી કંઈ કર્મઉદય ટળશે નહીં. આ ધીરજ ધરવાનો અવસર છે. શૂરવીર થાઓ તેથી સમાધિમરણ થઈ વિજય પ્રાપ્ત થશે.
રુદન કરી તમે તરફડશો તો પણ ક્રૂર એવા કર્મો તમારા પર દયા કરશે નહીં. તો આર્તધ્યાન કરી દુર્ગતિને આપે એવા કર્મોની કમાણી કોણ સમજુ જન કરે? ૧રા
ક્ષત્રિય કુળના સચ્ચા બચ્ચા સામે મોઢે શસ્ત્ર સહે, શત્રુને નહિ પૂઠ બતાવે, કેસરિયાં કરી મરણ ચહે; તેમ વીર વીતરાગ શરણ લઈ અશુભ કર્મ-પ્રહાર સહે,
દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતા કેમ ચહે? ૧૩ અર્થ :- ક્ષત્રિયકુળના સચ્ચા બચ્ચા એટલે ખરા પુત્રો તો લડાઈમાં સામે જઈ શસ્ત્રના પ્રહારો સહન કરે. તે શત્રુને કદી પૂઠ બતાવી ભાગી જાય નહીં. ભલે કેસરિયાં કરી મરણને શરણ થવું પડે તો થાય પણ પાછીપાની કરે નહીં. તેમ શૂરવીર એવો આત્માર્થી પણ વીતરાગ ભગવંતનું શરણ લઈ અશુભ કર્મોના પ્રહારને સમભાવે સહન કરે છે. તે દેહત્યાગ કરે પણ દીનતા કે કાયરતાને કદી ઇચ્છે નહીં. ૧૩ી
કોઈ મહામુનિને દુષ્ટોએ ઇંધન ખડકીને બાળ્યા, વચન-અગોચર સહી વેદના દેહ દંડ મુનિએ ટાળ્યાપૂર્વ કર્મનું દેવું ઝાઝું તુર્ત પતાવ્યું ધૈર્ય ધરી, ઊભા ઊભા તે બળી ગયા નિજ સ્વરૃપ અખંડિત સાધ્ય
અર્થ – કોઈ સુદર્શન શેઠ જેવા મહામુનિ મહાત્માઓને દુષ્ટોએ લાકડા ખડકીને બાળી નાખ્યા. વચનથી કહી શકાય નહીં એવી ઘોર વેદનાને સહન કરી મુનિએ કર્મોના ફળથી પડતા