________________
૩૧૮
સમાધિમરણ
દેહના દંડને સમતાએ ભોગવી ટાળી દીધા.
પૂર્વકમોંનું ઘણું દેવું હતું. તે ધૈર્ય ધારણ કરીને ગજસુકુમાર જેવાએ તુર્ત પતાવી દીધું. ઊભા ઊભા બળી જઈ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને અખંડપણે સાધ્ય કરી કેવળજ્ઞાન પ્રગટાવી લીધું. ૧૪ો.
આત્મજ્ઞાન ને પરમ શરણનો કોણ પ્રભાવ કહી શ ક શ ને ? દેહાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે. અકંપપણું અનુભવી મુનિવરનું નિર્ભયતા ઉરમાં ભરશે,
ભવદુખ-દાવાનળથી બળતા પામરને પણ ઉદ્ધરશે. ૧૫ અર્થ - સુદર્શન શેઠ અને ગજસુકુમાર જેવા મુનિવરોએ જે અસહ્ય પરિષહો સહન કર્યા તેનું કારણ આત્મજ્ઞાન અને પરમ શરણભાવ છે. તેનો પ્રભાવ વાણીથી કોણ કહી શકશે? દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ એ જ અજબ ગજબ છે. જેના બળે આવા પરિષહો સહન કરી શકાય છે.
આત્મઅનુભવી એવા મુનિવરોનું અકંપપણું વિચારીને જે ભવ્ય નિર્ભયતાને હૃદયમાં ધારણ કરશે તે સંસાર દુઃખ દાવાનલથી બળતા એવા પામર જીવો પણ ઉદ્ધારને પામી જશે. ૧પના
પરમ ધર્મનું શરણ ગ્રહીને સર્વ વેદના હવે સહો, કર્મ-કસોટી કસે શરીરને, જ્ઞાતા-દ્રષ્ટા તમે રહો. નથી અનંત ભવમાં આવ્યો અવસર આવો હિતકારી,
ઑતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. ૧૬ અર્થ – પરમધર્મ જેમાં પ્રગટ છે એવા શુદ્ધ આત્માનું શરણ ગ્રહણ કરીને સર્વ વેદનાને હવે સહન કરો. કર્મરૂપી કસોટી શરીરને કસે છે પણ તમે તેના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહો અર્થાત્ આર્તધ્યાનનો ત્યાગ કરો. ભૂતકાળના અનંતભવોમાં આવો આત્માને હિતકારી અવસર આવ્યો નથી. તમે દેહાધ્યાસ છોડવાની બાજીને જીતી જવા આવ્યા છો તો હવે આર્તધ્યાન કરી બાજીને હારી જાઓ નહીં. ૧૬ાા.
આખા ભવમાં ભણી ભણીને જ્ઞાન ઉપાર્જન જે કીધું, શ્રદ્ધા ઉજ્વળ કરી સદા છે, તપ ત્યાગાદિ વ્રત લીધું; તે સૌ આ અવસરને કાજે સદવર્તન સંચિત કર્યું,
શિથિલ થતાં જો ભ્રષ્ટ થયા તો પૂર્વપ્રવર્તન કપટ ઠર્યું. ૧૭
અર્થ :- આખા ભવમાં ભણી ભણીને તમે જે જ્ઞાન ઉપાર્જન કર્યું, કે હમેશાં શ્રદ્ધાને ઉજ્વલ કરવાનો પ્રયત્ન કરી તપ ત્યાગાદિ વ્રત લીધા, તે સર્વ આ સમાધિમરણના અવસરને