________________
સમાધિમરણ માટે “પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ
૩૧૯ માટે. તેના માટે તમે પુરુષાર્થ કરીને આજ સુધી સદ્વર્તનનો સંચય કર્યો છે, તો હવે જો શિથિલ થઈને ભ્રષ્ટ થયા તો પૂર્વે કરેલું તમારું બધું પ્રવર્તન કપટ ઠરશે. I/૧૭થી
સમતા, ધીરજ તજવાથી નહિ વ્યાધિ, વેદના મરણ
આત્માને અજ્ઞાન ભાવથી દુર્ગતિ દુઃખો માત્ર મળે. ભેલી ભયાનક વનમાં ભમતાં, કે દુષ્કાળ કડક પડતાં
પક્ષાઘાત, મરકી, પ્લેગે, વા ગડ-ગૂમડે તન સડતાં. ૧૮ અર્થ :- આત્માને ઉદ્ધારક એવી સમતા કે ધીરજનો ત્યાગ કરવાથી તમારી વ્યાધિ, વેદના કે મરણ ટળી જશે નહીં. પણ આવા અજ્ઞાન ભાવ કરવાથી આત્માને માત્ર દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે.
માર્ગમાં ભૂલી ભયંકર વનમાં ભમતા છતાં કે કડક દુષ્કાળ આવી પડે, કે પક્ષાઘાત અર્થાત્ લકવો થઈ આવે, કે મરકી, પ્લેગના રોગ ફાટી નીકળે અથવા ગડગૂમડે શરીર આખું સડવા માંડે તો પણ ઉત્તમ આરાધક હોય તે લીધેલા નિયમને તોડી ધર્મનો ત્યાગ કરે નહીં. ૧૮
ઉત્તમ કુળમાં જન્મેલા જન નિંદ્ય ન કોઈ કાર્ય કરે; મદિરા, માંસ, અભક્ષ્ય ફળો, મંદાદિક ખાઈ ન ર્જીવન ધ ૨ હિંસાદિક કુકર્મ કરે ના, મરણ તણો સ્વીકાર કરે,
પણ લીધેલા નિયમ ન તોડે, સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ધરે. ૧૯
અર્થ:- ઉત્તમકુળમાં જન્મેલા ભવ્યો ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ નીંદનીય એવું કોઈ કાર્ય કરે નહીં. દારૂ, માંસ, અભક્ષ્ય ફળો કે કંદમૂળાદિ ખાઈને જીવન રાખવા ઇચ્છે નહીં.
હિંસાદિક કોઈ કાર્ય કરે નહીં. મરણનો સ્વીકાર કરે પણ લીધેલા નિયમને તોડે નહીં. સપુરુષે કહેલા વચનો ઉપર સમ્યક્ શ્રદ્ધા રાખી તેમના જ બોધેલા સમ્યકજ્ઞાનનું અનુસરણ કરે. ./૧૯ો
તેનું જ જીવન સફળ